IPL માં વિકેટકીપરની શોધમાં ટીમો, આ ખેલાડીઓ છે દરેક ટીમનો હોટ ફેવરિટ

IPL 2022 Mega Auction WicketKeeper: આઈપીએલમાં વિકેટ-કિપર કેપ્ટને અનેકવાર સફળતા હાંસલ કરી છે. આ વખતે અનેક ટીમોના કેપ્ટન વિકેટકીપર જ છે. જ્યારે કેટલીક ટીમ એવી છે જે ઓક્શનમાં આ ખેલાડીઓને લેવા માટે મોટી રકમ લગાવી શકે છે.

IPL માં વિકેટકીપરની શોધમાં ટીમો, આ ખેલાડીઓ છે દરેક ટીમનો હોટ ફેવરિટ

નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન પહેલાં હરાજીમાં સામેલ થનારા ખેલાડીઓની યાદી આવી ગઈ છે. પોતાની ટીમના હિસાબથી હવે ટીમ તેમને ટીમમાં લેવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. ઓક્શન લિસ્ટમાં અનેક વિકેટકીપર પણ છે. ઓક્શન લિસ્ટમાં અનેક વિકેટકીપર છે. જેમની આ વખતે ઓક્શનમાં ડિમાન્ડ રહેવાની છે. કેમ કે આઈપીએલમાં  અનેક ટીમ એવી છે જેમની પાસે કોઈ વિકેટકીપર નથી.

આ વખતે આઈપીએલમાં 10 ટીમો ભાગ લેવાની છે. અમદાવાદ અને લખનઉની ટીમ પહેલીવાર ભાગ લઈ રહી છે. જો બધી ટીમના રિટેન્શનની યાદી જોઈએ તો ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્લી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ જેવી ટીમની પાસે વિકેટકીપર છે. પરંતુ બીજી ટીમ સંપૂર્ણ રીતે ખાલી છે. એવામાં આ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે.

આ ટીમોની પાસે એક-એક વિકેટ કીપર:

1. ચેન્નઈ સુપર કિંગ્સ - મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન)

2. દિલ્લી કેપિટલ્સ - ઋષભ પંત (કેપ્ટન)

3. લખનઉ સુપર જાયન્ટ્સ - લોકેશ રાહુલ (કેપ્ટન)

4. રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન (કેપ્ટન)

રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને અમદાવાદની ટીમને વિકેટકીપરની તલાશ છે. ઓક્શન લિસ્ટમાં કયા ખેલાડીઓ છે તેના પર નજર કરીએ.

ક્વિન્ટન ડિકોક - 2 કરોડ

ઈશાન કિશન - 2 કરોડ

દિનેશ કાર્તિક - 2 કરોડ

અંબાતી રાયડુ - 2 કરોડ

સેમ બિલિંગ્સ - 2 કરોડ

મેથ્યુ વેડ - 2 કરોડ

જોની બેરસ્ટો - 1. 5 કરોડ

નિકોલસ પૂરન - 1.5 કરોડ

ગ્લેન ફિલિપ્સ - 1.5 કરોડ

જોશુઆ ફિલિપ - 1 કરોડ

રિદ્ધિમાન સહા - 1 કરોડ

લિટન દાસ - 50 લાખ

નિરોશન ડિકવેલા - 50 લાખ

આંદ્રે ફ્લેચર - 50 લાખ

રહમનુલ્લાહ ગુરબેઝ - 50 લાખ

શાઈ હોપ - 50 લાખ

હેનરિચ ક્લાસેન- 50 લાખ

બેન મેકડરમોટ - 50 લાખ

કુશલ મેન્ડિસ - 50 લાખ

કુશલ પરેરા - 50 લાખ

ટિમ સિફર્ટ- 50 લાખ

શેલ્ડન જેક્સન - 20 લાખ

એન. જગદીશન - 20 લાખ

અનુજ રાવત - 20 લાખ

જિતેશ શર્મા - 20 લાખ

પ્રભસિમરન સિંહ - 20 લાખ

વિષ્ણુ સોલંકી - 20 લાખ

વિષ્ણુ વિનોદ - 20 લાખ

વિકેટકીપરને ટીમમાં જોડવાથી  અનેક લાભ છે. કેમ કે ટીમની પાસે કેપ્ટનશીપનો ઓપ્શન મળે છે. અને સાથે કોઈ વિકેટકીપર કેપ્ટન નથી તો પણ વિકટની પાછળ સતત સૂચના આપતો રહે છે. આ જ કારણ છે કે હજુ પણ આઈપીએલમાં અનેક ટીમ એવી છે જેમના કેપ્ટન વિકેટકીપર પણ છે. આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે ભારતના ઈશાન કિશનની મોટી બોલી લાગી શકે છે. કેમ કે તે વિકેટકીપર છે. તેની સાથે જ ઓપનિંગ કે ચોથા નંબર પર આવીને તે ઝડપથી રન બનાવે છે. તે યુવા છે અને કોઈપણ ટીમની સાથે લાંબા સમય સુધી જોડાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news