એઇડન માર્કરામ સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે, SRHએ કરી જાહેરાત

Sunrisers Hyderabad: વિલિયમસને કુલ ત્રણ સિઝન માટે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં, મયંક અગ્રવાલ સાથે સુકાનીની ભૂમિકામાં ઘણા દાવેદારો હતા. જોકે, માર્કરામને લીલી ઝંડી મળી ગઈ છે અને તે નવી સિઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે.

એઇડન માર્કરામ સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે, SRHએ કરી જાહેરાત

IPL 2023: સનરાઇઝર્સ હૈદરાબાદે ગુરુવારે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એઇડન માર્કરામને આગામી IPL 2023 સીઝન માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા.  માર્કરામ હવે કેન વિલિયમસનનું સ્થાન લેશે, જેને ફ્રેન્ચાઇઝીએ છોડી દીધો હતો. આવી સ્થિતિમાં, વિલિયમસન IPL 2023ની હરાજી દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો હતો. વિલિયમસને કુલ ત્રણ સિઝન માટે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં, મયંક અગ્રવાલ સાથે સુકાનીની ભૂમિકામાં ઘણા દાવેદારો હતા. જોકે, માર્કરામને લીલી ઝંડી મળી ગઈ છે અને તે નવી સિઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે.

એઇડન માર્કરામે ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 14 મેચમાં 47.63ની એવરેજથી 381 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે રમતા, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેને સેમિફાઈનલમાં જોબર્ગ સુપર કિંગ્સ સામે સદી ફટકારી તેમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી, જ્યાં તેમણે SA20 ટાઈટલ જીતવા માટે પ્રિટોરિયા કેપિટલ્સને હરાવી.

આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news