IPL 2024: મેદાન પર ફેન્સ સતત બોલાવી રહ્યા છે હાર્દિક પંડ્યાનો હુરિયો, આ દિગ્ગજ ખેલાડીએ બતાવ્યો તેનાથી બચવાનો ઉપાય

Hardik Pandya: સતત ફેન્સની નારાજગી કોઈ ખેલાડી માટે શું ઈમ્પેક્ટ સર્જી શકે તે વિચારવા જેવું છે. આ સ્થિતિને આખરે કેવી રીતે ઝેલવી અને તેમાંથી બહાર કેવી રીતે નિકળવું એ જ કદાચ હાર્દિક પંડ્યા માટે અત્યારે તો મોટો સવાલ હશે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને આઈપીએલમાં કમેન્ટ્રી પેનલનો ભાગ બનેલા સ્ટીવ સ્મિથે હાર્દિકને આ બધાથી બચવા માટે એક સલાહ આપી દીધી છે. 

IPL 2024: મેદાન પર ફેન્સ સતત બોલાવી રહ્યા છે હાર્દિક પંડ્યાનો હુરિયો, આ દિગ્ગજ ખેલાડીએ બતાવ્યો તેનાથી બચવાનો ઉપાય

હાર્દિક પંડ્યાને જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી સ્ટેડિયમથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ...જ્યાં જુઓ ત્યાં ક્રિકેટ ફેન્સની નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યા જ્યાં જાય છે ત્યાં ફેન્સ ભાત ભાતની કમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો તે ખુબ જ ટ્રોલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની શું હાલત હશે. સતત ફેન્સની નારાજગી કોઈ ખેલાડી માટે શું ઈમ્પેક્ટ સર્જી શકે તે વિચારવા જેવું છે. આ સ્થિતિને આખરે કેવી રીતે ઝેલવી અને તેમાંથી બહાર કેવી રીતે નિકળવું એ જ કદાચ હાર્દિક પંડ્યા માટે અત્યારે તો મોટો સવાલ હશે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને આઈપીએલમાં કમેન્ટ્રી પેનલનો ભાગ બનેલા સ્ટીવ સ્મિથે હાર્દિકને આ બધાથી બચવા માટે એક સલાહ આપી દીધી છે. 

હાર્દિકને આપી આ સલાહ
ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથનું માનવું છે કે હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગની  2024ની સીઝનમાં મુંબઈના અત્યાર સુધીના પ્રદર્શનને કારણે થનારી ટીકા અને ભીડના દુર્વ્યવ્હારને નજરઅંદાજ કરવાની જરૂર છે. રોહિત શર્મા પાસેથી મુંબઈની કેપ્ટનશીપ છીનવાઈ અને હાર્દિકને સોંપાઈ ત્યારબાદથી હાર્દિકની ખુબ જ ટીકા થઈ રહી છે. તેની ટીકા ત્યારે વધી ગઈ જ્યારે મુંબઈ ગુજરાત અને હૈદરાબાદ વિરુદ્ધ પોતાની પહેલી બંને મેચો ગુમાવી દીધી. 

સ્ટીવ સ્મિથે ઈએસપીએન ક્રિકઈન્ફોના ટાઉમ આઉટ શો પર બોલતા હાર્દિક પંડ્યાને આઈપીએલની બચેલી સીઝન માટે કેટલીક સલાહ આપી અને તેને બહાર થનારા શોર પર ધ્યાન ન આપવાનો આગ્રહ કર્યો. સ્મિથે કહ્યું કે આ પ્રકારની વાતોનો કોઈ મતલબ નથી અને બહાર કોઈ જાણતું નથી કે તમે શું કરી રહ્યા છો અને કોઈ પણ બહારની વ્યક્તિ તે ચેન્જ રૂમ (ડ્રેસિંગ રૂમ) માં નથી. તેમણે વધુમાં કહ્યું કે શું તેનો તેમના પર (હાર્દિક) કોઈ પ્રભાવ પડી રહ્યો છે, બની શકે કે તે શક્ય હોય. તેમણે કદાચ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અગાઉ આવો અનુભવ ન કર્યો હોય. આથી મને લાગે છે કે એ સ્વાભાવિક છે કે એક સ્ટાર ખેલાડી હોવા છતાં કેટલાક ફેન્સ તમારી ટીકા કરી રહ્યા છે. આ નિશ્ચિત પણે એવું છે જેને તેમણે ક્યારેય અનુભવ નહીં કર્યો હોય. 

અત્રે જણાવવાનું કે ઈંગ્લેન્ડમાં 2019માં વનડે વર્લ્ડ કપ દરમિયાન પ્રશંસકોએ સ્મિથને દગાબાજ કહ્યો હતો અને તેમણે કહ્યું કે આ બધો દુર્વ્યવ્હાર હાર્દિક માટે ચોંકાવનારો હશે કારણ કે તેમણે સ્વદેશમાં ભારતીય પ્રશંસકો તરફથી તેનો સામનો કરવો પડી રહ્યો છે. બોલ સાથે છેડછાડના પ્રકરણ બાદ 2018માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપનારા સ્મિથે કહ્યું કે વ્યક્તિગત રીતે હું તેનાથી પરેશાન થતો નથી. મને પરવા નથી. હું તેના પર કોઈ ધ્યાન આપતો નથી. તેમણે કહ્યું કે તમે જાણો છો કે આ બધો બેકાર શોર છે પરંતુ નિશ્ચિત રીતે ખેલાડીઓ ચીજો સાંભળે છે અને દરેકને પોતાની ભાવનાઓનો અધિકાર છે અને તેઓ તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news