આઝાદીના જશ્નમાં સામેલ થયો કેવિન પીટરસન, હિન્દીમાં ટ્વીટ કરી જીત્યું બધાનું દિલ
ઈંગ્લેન્ડના ક્રિકેટરે ભારતને આઝાદી દિવસની શુભેચ્છા આપી છે. પીટરસને આ ટ્વીટ હિન્દીમાં કર્યું છે. નોંધનીય છે કે પીટરસન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર ક્રિકેટર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરી લીધા છે. આ અવસર પર દેશ આજે આઝાદીના મહાપર્વની ઉજવણી કરી રહ્યો છે. દુનિયાભરના રાજનેતા, જાણીતી હસ્તિઓ અને ક્રિકેટરો સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી રહ્યાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ હિન્દીમાં ટ્વીટ કરી ભારતીય જનતાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે.
પીટરસને ટ્વીટ કર્યું, '75માં સ્વાતંત્રતા દિવસની શુભકામનાઓ, ભારત. ગર્વ કરો અને લાંબા ઉભા રહો. તમારા બધા માટે એક સારી આવતીકાલનું નિર્માણ થઈ રહ્યું છે.'
75वें स्वतंत्रता दिवस की शुभकामनाएं, भारत। गर्व करो और लंबा खड़े रहो। आप सभी के लिए एक बेहतर कल का निर्माण कर रहे हैं! ❤️ 🇮🇳
— Kevin Pietersen🦏 (@KP24) August 15, 2022
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે પણ આઝાદી દિવસની શુભેચ્છા આપી છે. એબીડીએ ટ્વીટ કર્યું, 76માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ભારત. જ્યારે પણ હું ભારતમાં રમુ છું તો મને પ્રેમ મળે છે. તેનાથી કોઈ ફેર નથી પડતો કે હું કઈ ટીમ માટે રમુ છું.
Happy 76th #Independence day India!
I feel loved every time I play in India, no matter which team I play for
Congratulations on #75NotOut from all of us!@BCCI @IPL @Dream11 @josbuttler @jbairstow21 #kanewilliamson @faf1307 @KagisoRabada25 pic.twitter.com/k264vh5r7k
— AB de Villiers (@ABdeVilliers17) August 15, 2022
હિન્દીમાં ટ્વીટ કરવા જાણીતો છે પીટરસન
42 વર્ષીય કેવિન પીટરસન હંમેશા ચર્ચામાં રહે છે અને તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર ક્રિકેટર છે. ખાસ વાત છે કે તે ભારતીય ફેન્સના નામે હંમેશા હિન્દીમાં ટ્વીટ કરે છે. આ પહેલા પણ તે ઘણીવાર હિન્દીમાં ટ્વીટ કરી ભારતીય ફેન્સના દિલ જીતી ચુક્યો છે.
કેવિન પીટસરને ઈંગ્લેન્ડ માટે 104 ટેસ્ટ, 136 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 8181 રન નોંધાયેલા છે. તો વનડેમાં પીટરસને 40.73ની એવરેજથી 4440 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1176 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે