શટલર શ્રીકાંતે ચીની કંપની સાથે 35 કરોડ રૂપિયાનો કરાર કર્યો

વિશ્વના પૂર્વ નંબર એક બેડમિન્ટન ખેલાડી ભારતના અનુભવી પ્લેયર શ્રીકાંતે ચીની કંપની લિ નિંગ સાથે 4 વર્ષનો કરાર કર્યો છે. 
 

શટલર શ્રીકાંતે ચીની કંપની સાથે 35 કરોડ રૂપિયાનો કરાર કર્યો

નવી દિલ્હીઃ ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ચીની કંપની લિ નિંગની સાથે 4 વર્ષ માટે 35 કરોડ રૂપિયાનો પ્રાયોજક કરાર કર્યો છે. વિશ્વના પૂર્વ નંબર એક ખેલાડી શ્રીકાંત 6 સુપર સિરીઝ ટૂર્નામેન્ટ જીતનાર ભારતનો એકમાત્ર બેડમિન્ટન ખેલાડી છે. તેણે ચીની કંપની સાથે 4 વર્ષનો પ્રાયજોન અને સાધન આપૂર્તિનો કરાર કર્યો છે. 

શ્રીકાંતે કહ્યું, હું ભારતમાં આ કંપનીનો ચહેરો બનીને ગૌરવ અનુભવી રહ્યો છું. મને તેની વસ્તુ પસંદ છે અને આશા છે કે હું મારા લક્ષ્યને નવા જોશની સાથે હાસિલ કરીને દેશનું નામ વધુ રોશન કરી શકીશ. 

આ કંપની ચીન, ઈન્ડોનેશિયા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયાની બેડમિન્ટન ટીમોની પ્રાયોજક છે અને જકાર્તામાં રમાયેલી 2018ની એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની સત્તાવાર પ્રાયોજક હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news