વર્લ્ડ કપ IND Vs SA: રોહિતની અણનમ સદી, ભારતનો 6 વિકેટે વિજય

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

 વર્લ્ડ કપ IND Vs SA: રોહિતની અણનમ સદી, ભારતનો 6 વિકેટે વિજય
LIVE Blog

સાઉથેમ્પ્ટનઃ વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 47.3 ઓવરમાં 230 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

05 June 2019
22:38 PM

ટીમ ઈન્ડિયા 230/4  (47.3 ઓવર)
રોહિત શર્મા 122 અને હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ. ભારતીય ટીમનો 6 વિકેટે વિજય 

ટીમ ઈન્ડિયા 223/4 (47 ઓવર)
રોહિત શર્મા 122 અને હાર્દિક 9 રને રમતમાં. મોરિસની ઓવરમાં હાર્દિકે બે ચોગ્ગા ફટકાર્યા. કુલ 9 રન બન્યા. 

22:23 PM

ટીમ ઈન્ડિયા 213/4 (46.1 ઓવર)
એમએસ ધોની 34 રન બનાવી આઉટ. ક્રિસ મોરિસને મળી સફળતા. ભારતે ગુમાવી ચોથી વિકેટ 

ટીમ ઈન્ડિયા 213/3 (46 ઓવર)
રોહિત 121 અને ધોની 34 રને રમતમાં. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 213/3

ટીમ ઈન્ડિયા 208/3 (45 ઓવર)
રોહિત 120, ધોની 30 રમતમાં. તાહિરની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 10 રન બન્યા. 

ટીમ ઈન્ડિયા 198/3 (44 ઓવર)
રોહિત 112 અને ધોની 28 રને રમતમાં. રબાડાની ઓવરમાં મિલરે રોહિતનો કેચ છોડ્યો. ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ પાંચ રન બન્યા. 

 

22:14 PM

ટીમ ઈન્ડિયા 193/3 (43 ઓવર)
રોહિત શર્મા 107 અને ધોની 28 રને રમતમાં. શમ્સીની ઓવરમાં બે ચોગ્ગાની સાથે કુલ 14 રન બન્યા. 

ટીમ ઈન્ડિયા 179/3 (42 ઓવર)
રોહિત શર્મા 100 અને ધોની 21 રને રમતમાં. ફેહલુકવાયોની ઓવરમાં કુલ 3 રન બન્યા. 

22:11 PM

ટીમ ઈન્ડિયા 176/3 (41 ઓવર)
રોહિત શર્મા 100 ધોની 19 રને રમતમાં. રોહિત શર્માએ વિશ્વકપની 2જી અને કરિયરની 23મી સદી પૂરી કરી. ઓવરમાં કુલ 5 રન બન્યા. 

 

22:04 PM

ટીમ ઈન્ડિયા 171/3 (40 ઓવર)
રોહિત 97 અને ધોની 17 રન બનાવી ક્રીઝ પર. ક્રિસ મોરિસની ઓવરમાં માત્ર ત્રણ રન બન્યા. 

ટીમ ઈન્ડિયા 168/3 (39 ઓવર)
રોહિત 97 અને ધોની 14 રને રમતમાં. ફેહલુકવાયોની ઓવરમાં કુલ 4 રન બન્યા. 

21:53 PM

ટીમ ઈન્ડિયા 164/3 (38 ઓવર)
રોહિત 95, ધોની 12. ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ છ રન બન્યા. 

21:51 PM

ટીમ ઈન્ડિયા 158/3 (37 ઓવર)
રોહિત શર્મા 94 અને ધોની 7 રને રમતમાં. રોહિત શર્માએ ફેહલુકવાયોની ઓવરમાં એક બાઉન્ડ્રી ફટકારી. 

 

21:43 PM

ટીમ ઈન્ડિયા 154/3 (36 ઓવર)
ધોની 7 અને રોહિત 90. શમ્સીની ઓવરમાં કુલ ચાર રન બન્યા. 

ટીમ ઈન્ડિયા 150/3 (35 ઓવર)
રોહિત 88 અને ધોની 12. તાહિરની ઓવરમાં કુલ પાંચ સિંગલ આવ્યા

 

21:42 PM

ટીમ ઈન્ડિયા 145/3 (34 ઓવર)
રોહિત 86 અને ધોની 2 રને રમતમાં. શમ્સીની ઓવરમાં કુલ 2 રન બન્યા. 

 

21:37 PM

ટીમ ઈન્ડિયા 143/3 (33 ઓવર)
રોહિત 86 અને ધોની 1. તાહિરની ઓવરમાં કુલ 3 રન બન્યા. 

 

21:31 PM

ટીમ ઈન્ડિયા 139/3 (32 ઓવર)
રોહિત 83 અને ધોની 0 પર રમતમાં. રબાડાની ઓવર વિકેટ મેડન રહી. 

 

21:19 PM

ટીમ ઈન્ડિયા 139/3 (31.3 ઓવર)
રબાડાના બોલ પર રાહુલ 26 રન બનાવી આઉટ. ડુ પ્લેસિસે કર્યો કેચ. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી 

ટીમ ઈન્ડિયા 139/2 (31)
રોહિત 83 અને રાહુલ 26રને બનાવી મેદાનમાં. તાહિરની ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 10 રન બન્યા. 

ટીમ ઈન્ડિયા 129/2 (30)
રોહિત 74 અને રાહુલ 25 રને રમતમાં. રબાડાની ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 6 રન બન્યા. 

21:14 PM

ટીમ ઈન્ડિયા 123/2 (29 ઓવર)
રાહુલ 24 અને રોહિત 69 રન બનાવી મેદાન પર. તાહિરની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 8 રન બન્યા. 

 

21:09 PM

ટીમ ઈન્ડિયા 115/2 (28 ઓવર)
રોહિત 64 અને રાહુલ 21 રન બનાવી ક્રીઝ પર. રબાડાની ઓવરમાં કુલ બે રન બન્યા. 

21:09 PM

ટીમ ઈન્ડિયા  (27 ઓવર)
રોહિત 63 અને રાહુલ 20 રન બનાવી રમી રહ્યાં છે. શમ્સીની ઓવરમાં રોહિતે બે બાઉન્ડ્રી ફટકારી. 

ટીમ ઈન્ડિયા 102/2 (26 ઓવર)
રોહિત 54 અને રાહુલ 18 રન બનાવ્યા. મોરિસની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ સાત રન બન્યા. 

21:00 PM

ટીમ ઈન્ડિયા 95/2 (25 ઓવર)
રાહુલ 13 અને રોહિત 53 રને રમતમાં. શમ્સીની ઓવરમાં કુલ ત્રણ રન બન્યા. 

 

20:53 PM

ટીમ ઈન્ડિયા 92/2 (24 ઓવર)
રાહુલ 13 અને રોહિત 50 રને રમતમાં. મોરિસની ઓવરમાં લેગબાયનો માત્ર એક રન બન્યો. 

 

20:52 PM

ટીમ ઈન્ડિયા 91/2 (23 ઓવર)
રાહુલ 13 અને રોહિત 50 રને રમતમાં. શમ્સીની ઓવરમાં રોહિતે છગ્ગો ફટકારો. વનડે કરિયરની 42મી અડધી સદી કરી પૂરી. 

20:39 PM

ટીમ ઈન્ડિયા 82/2 (22 ઓવર)
રાહુલ 11 અને રોહિત 43 રને રમતમાં. ક્રિસ મોરિસે મેડન ઓવર ફેંકી. 

ટીમ ઈન્ડિયા 82/2 (21 ઓવર)
રાહુલ 11 અને રોહિત 43 રને રમતમાં. શમ્સીએ ઓવરમાં કુલ 4 રન આપ્યા. 

 

20:34 PM

ટીમ ઈન્ડિયા 78/2 (20 ઓવર)
રાહુલ 9 અને રોહિત 42 રન બનાવી ક્રીઝ પર. ફેહલુકવાયોની ઓવરમાં બે ચોગ્ગા સાથે કુલ 10 રન બન્યા. 

 

20:31 PM

ટીમ ઈન્ડિયા 68/2 (19 ઓવર)
રાહુલ 4 અને રોહિત 37 રને રમતમાં. શમ્સીએ ઓવરમાં ત્રણ રન બન્યા. 

20:27 PM

ટીમ ઈન્ડિયા 65/2 (18 ઓવર)
રાહુલ 3 અને રોહિત 35 રને રમતમાં. ફેહલુકવાયોની ઓવરમાં ત્રણ રન બન્યા. 

 

20:25 PM

ટીમ ઈન્ડિયા 62/2 (17 ઓવર)
રાહુલ 2 અને રોહિત 33 રને રમતમાં. તાહિરની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે 8 રન બન્યા. 

ટીમ ઈન્ડિયા 54/2 (16 ઓવર)
રોહિત 27 અને રાહુલ 0 પર રમતમાં. ઓવરમાં એક બાઉન્ડ્રી આવી. ભારતે કોહલીની વિકેટ ગુમાવી. 

 

20:24 PM

ટીમ ઈન્ડિયા 54/1 (15.3  ઓવર)
કેપ્ટન વિરાટ કોહલી (18) આઉટ. ડિ કોકે કર્યો કેચ. ફેહલુકવાયોને મળી સફળતા  

20:10 PM

ટીમ ઈન્ડિયા 47/1 (14 ઓવર)
વિરાટ કોહલીએ 12 અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા. ફેહલુકવાયોએ આ ઓવરમાં 3 રન આપ્યા. 

ટીમ ઈન્ડિયા 44/1 (13 ઓવર)
વિરાટ કોહલીએ 10 અને રોહિત શર્માએ 25 રન બનાવ્યા. તાહિરે આ ઓવરમાં 5 રન આપ્યા. 

 

19:54 PM

ટીમ ઈન્ડિયા 39/1 (12 ઓવર)
રોહિત 23 અને વિરાટ 7 રને રમતમાં. ઓવરમાં રોહિત વિરુદ્ધ આફ્રિકાએ રિવ્યૂ લીધું. અમ્પાયર્સ કોલને કારણે રોહિતને મળ્યું જીવનદાન. ફેહલુકવાયોએ ત્રણ રન આપ્યા. 

ટીમ ઈન્ડિયા 36/1 (11 ઓવર)
રોહિત 22 અને વિરાટે 5 રન બનાવ્યા. તાહિરે ઓવરમાં બે રન આપ્યા. 

 

19:50 PM

ટીમ ઈન્ડિયા 34/1 (10 ઓવર)
રોહિત 21 અને કોહલી 3 રને રમતમાં. રબાડાની ઓવરમાં ત્રણ સિંગલ આવ્યા. 

19:45 PM

ટીમ ઈન્ડિયા 31/1 (9 ઓવર)
રોહિત 19 અને વિરાટે 3 રન બનાવ્યા. મોરિસે ઓવરમાં બે રન આપ્યા. 

 

19:42 PM

ટીમ ઈન્ડિયા 29/1 (8 ઓવર)
રોહિત 19 અને કોહલીએ 1 રન બનાવ્યો. રબાડાની ઓવરમાં રોહિતે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. 

 

19:39 PM

ટીમ ઈન્ડિયા 14/1 (7 ઓવર)
રોહિત 5 અને વિરાટે 1 રન બનાવ્યો. મોરિસે ઓવર મેડન કાઢી. 

19:37 PM

ટીમ ઈન્ડિયા 14/1 (6 ઓવર)
ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવી. કુલ 1 રન બન્યો. 

19:36 PM

ટીમ ઈન્ડિયા 13/1 (5.1 ઓવર)
ભારતે ગુમાવી પ્રથમ વિકેટ. શિખર ધવન વિકેટકીપરના હાથે કેચ આઉટ. રબાડાએ ઝડપી વિકેટ. 

 

19:27 PM

ટીમ ઈન્ડિયા 13/0 (પાંચમી ઓવર)
શિખર ધવન 8, રોહિત 5 રને રમતમાં. મોરિસની ઓવરમાં રોહિતે બે રન બનાવ્યા. 

19:24 PM

ટીમ ઈન્ડિયા 11/0 (ચોથી ઓવર)
ઓવરમાં રોહિતે એક રન બનાવ્યો. અંતિમ બોલ પર ધવનનું બેટ તૂટ્યું. 

 

19:18 PM

ટીમ ઈન્ડિયા 10/0 (3 ઓવર)
ઓવરમાં ધવને એક બાઉન્ડ્રી ફટકારી. બંન્નેએ એક-એક સિંગલ લીધો. મોરિસે કરી હતી ઓવર.

19:17 PM

ટીમ ઈન્ડિયા 4/0 (બીજી ઓવર)
આ ઓવરમાં રોહિતનો એક કેચ છુટ્યો. ધવને એક રન બનાવ્યો. 

19:15 PM

પ્રથમ ઓવર, તાહિરઃ પ્રથમ ઓવરમાં ત્રણ સિંગલ સાથે કુલ 3 રન બન્યા. 

ભારતની ઈનિંગ શરૂ. રોહિત-ધવન ક્રિઝ પર. તાહિરના હાથમાં બોલ

18:43 PM

આઈસીસી વિશ્વકપ-2019માં ભારતીય ટીમે પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ  ગુમાવી 227 રન બનાવી શકી છે અને ભારતને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ (51 રન 4 વિકેટ), ઝડપી હતી. આ સિવાય બુરમાહ અને ભુવનેશ્વરને બે-બે સફળતા અને કુલદીપને એક સફળતા મળી હતી. 

18:35 PM

આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 228 રનનો લક્ષ્ય મળ્યો છે. 

50મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરના બીજા બોલ પર મોરિસ (42) આઉટ. કોહલીએ કર્યો કેચ. આફ્રિકાએ આઠમી વિકેટ ગુમાવી. અંતિમ બોલ પર તાહિર આઉટ. આફ્રિકાનો સ્કોર 227/8. 

18:30 PM

49મી ઓવર, ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 6 રન બન્યા. બુમરાહનો સ્પેલ (10-1-35-2) પૂરો. આફ્રિકા 224/7

18:25 PM

48મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં ત્રણ ડબલ અને ત્રણ સિંગલ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 218/7
 

18:20 PM

47મી ઓવર, બુમરાહઃ ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 209/7

18:14 PM

46મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં એક લેગબાય બે વાઇડ ઓવરમાં કુલ 8 રન બન્યા. આફ્રિકાના 200 રન પૂરા. 

18:10 PM

45મી ઓવર, બુમરાહઃ ઓવરમાં એક લેગબાય સાથે કુલ 2 રન બન્યા. સ્કોર 192/7
 

18:07 PM

44મી ઓવર, ક્રિસ મોરિસઃ પ્રથમ ત્રણ ડોટ બાદ ચોથા બોલ પર મોરિસે છગ્ગો ફટકાર્યો. પાંચમાં બોલ પર સિંગલ. અંતિમ બોલ પર સિંગલ. ચહલનો સ્પેલ (10-0-51-4) પૂરો. સ્કોર 190/7

18:02 PM

43મી ઓવર, હાર્દિકઃ ઓવરમાં ત્રણ સિંગલ, એક ડબલ અને એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 182/7

17:59 PM

42મી ઓવર, ચહલઃ પ્રથમ બોલ પર મોરિસે છગ્ગો ફટકાર્યો. ઓવરમાં ત્રણ સિંગલ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 173/7
 

17:55 PM

41મી ઓવર, કુલદીપઃ ઓવરમાં એક ડબલ, એક વાઇડ સાથે કુલ 3 રન. કુલદીપનો સ્પેલ પૂરો.  સ્કોર 164/7.

17:50 PM

40મી ઓવર, ચહલઃ ત્રીજા બોલ પર ફેહલુકવાયો 34 રન બનાવી સ્ટમ્પ આઉટ. ચહલને મળી ચોથી સફળતા. આફ્રિકાએ સાતમી વિકેટ ગુમાવી. 

17:47 PM

39મી ઓવર, કુલદીપઃ ઓવરના બીજા બોલ પર ફેહલુકવાયોએ છગ્ગો ફટકાર્યો. ઇનિંગની પ્રથમ સિક્સ. ઓવરમાં પાંત સિંગલ. કુલ 11 રન બન્યા. સ્કોર 157/6

Trending news