ટેસ્ટ ક્રિકેટ 86% દર્શકોની પહેલી પસંદ, તેને રમતનું સૌથી સારૂ ફોર્મેટ માને છે: સર્વે

ગત વર્ષે પણ આઈસીસીએ એક સર્વો કરાવ્યો હતો, જેમાં (19000 ભાગ લેનારામાંથી) આશરે 70 ટકાએ ટેસ્ટ ક્રિકેટનું સમર્થન કર્યું હતું. 
 

ટેસ્ટ ક્રિકેટ 86% દર્શકોની પહેલી પસંદ, તેને રમતનું સૌથી સારૂ ફોર્મેટ માને છે: સર્વે

લંડનઃ વિશ્વભરમાં ભલે ટી-20 ક્રિકેટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હજુ પણ વિશ્વભરમાં 86% ક્રિકેટ ફેન્સની પ્રથમ પસંદગી ટેસ્ટ છે. આ પરિણામ લંડનના 232 વર્ષ જૂના મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના એક હાલના સર્વેથી નિકળ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ રમત સાથે જોડાયેલા નિયમ નક્કી કરવામાં એમસીસી સામેલ રહે છે. 

એશિયન દર્શકોની પસંદ ડે-નાઇટ ટેસ્ટ
એમસીસીએ 100 દેશોના 13 હજારથી વધુ લોકો પર એમસીસી ટેસ્ટ સર્વે કરાવ્યો હતો. પરિણામમાં 86 ટકા લોકોએ હજુ પણ ટેસ્ટ ક્રિકેટ જોવાને પ્રાથમિકતા જણાવી અને તેને ક્રિકેટનું સૌથી સારૂ ફોર્મેટ માન્યું છે. એમસીસી વર્લ્ડ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ માઇક ગેટિંગે જણાવ્યું કે, એશિયન દેશોમાંથી ડે-નાઇટ ટેસ્ટ મેચોની જબરજસ્ત માગ આવી રહી છે. 

સર્વેના પરિણામથી પૂર્વ ક્રિકેટરો ચોંક્યા નહીં
કમિટીમાં સામેલ પૂર્વ ક્રિકેટર કુમાર સાંગાકારાએ કહ્યું, હું આ પરિણામથી ચોંક્યો નથી. ટેસ્ટ ક્રિકેટ હંમેશાથી રમતનું સર્વશ્રેષ્ઠ ફોર્મેટ રહ્યું છે. તેની લોકપ્રિયતા યથાવત છે. એમસીસીની કમિટીમાં પૂર્વ ક્રિકેટ સૌરવ ગાંગુલી, રિકી પોન્ટિંગ અને શેન વોર્ન જેવા નામ સામેલ છે. 

ટેસ્ટની લોકપ્રિયતા માટે ત્રણ ઉપાય
ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે સર્વેથી 3 ઉપાય પણ નિકળ્યા. પ્રથમ- ટેસ્ટના ટિકિટના ભાવ ઓછા કરવા, જેથી લોકો સરળતાથી અને પરિવારની સાથે મેચ જોવા પહોંચે. બીજુ- ટેસ્ટના ફ્રી-ટૂ-એયર ટીવી બ્રોડકાસ્ટમાં વધારો કરવો. ત્રીજુ- ટેસ્ટ મેચ માટે હાફ-ડે ટિકિટ સિસ્ટમ લાગુ કરવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news