ઈંગ્લેન્ડના ક્રિકેટરે લખ્યું- 'ભારતમાં રોડ વચ્ચે ફરે છે ઘેટા, બકરા હાથી', ભારતીયો બોલ્યા- બધુ તમારી દેન છે

એક્સપર્ટ કમેન્ટ્સ અને કોમેન્ટ્રી માટે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) પણ ભારત આવ્યા છે. તે ભારતના ઘણા શહેરોમાં ટ્રાવેલિંગ કરી રહ્યાં છે અને આઈપીએલમાં કોમેન્ટ્રી કરે છે. આ વચ્ચે તેમણે એક ટ્વીટ કર્યું જેને વાંચીને ભારતીયો તેની પર ગુસ્સે થઈ ગયા છે. 

Updated By: Apr 10, 2019, 05:48 PM IST
ઈંગ્લેન્ડના ક્રિકેટરે લખ્યું- 'ભારતમાં રોડ વચ્ચે ફરે છે ઘેટા, બકરા હાથી', ભારતીયો બોલ્યા- બધુ તમારી દેન છે

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2019) માટે વિદેશથી ઘણા ખેલાડીઓ આવ્યા છે. આઈપીએલના માધ્યમથી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ટિકિટ મળે છે. ઘણા વિદેશી ખેલાડીઓને આઈપીએલના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી છે. આ વર્ષે પણ ઘણા નવા ખેલાડી અને દિગ્ગજ ખેલાડીઓ પહોંચ્યા છે. એક્સપર્ટ કમેન્ટ્સ અને કોમેન્ટ્રી માટે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) પણ ભારત આવ્યા છે. તે ભારતના ઘણા શહેરોમાં ટ્રાવેલિંગ કરી રહ્યાં છે અને આઈપીએલમાં કોમેન્ટ્રી કરે છે. આ વચ્ચે તેમણે એક ટ્વીટ કર્યું જેને વાંચીને ભારતીયો તેની પર ગુસ્સે થઈ ગયા છે. 

માઇકલ વોને (Michael Vaughan) ટ્વીટ કરતા લખ્યું- 'ભારતમાં ફરવાનું સારૂ લાગે છે.' સવાર સુધી અમે રોડ પર ડાથી, ઊંટ, ઘેટા, બકરી જોઈ લીધા છે. વોનના આ ટ્વીટથી ભારતીય ફેન્સ ગુસ્સે થયા હતા. માઇકલ વોન ટ્વીટર પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા દરેક ચર્ચામાં સામેલ રહે છે. વાત અશ્વિનના માંકડિંગથી આઉટ કરવાના વિવાદની હોય કે કોઈ ખેલાડીની ચર્ચા. આ વખતે ભારતીય ફેન્સે તેને આડે હાથ લીધો છે. 

એક યૂઝરે લખ્યું- જે તમારા મહાન પિતાએ ભારતમાં કહ્યું... દેશને લૂંટ્યો.... તમામ સંસાધનો હાસિલ કર્યાં. હવે કર્મ પરત આવે છે.. એક યૂઝરે લખ્યું- હોઈ શકે કે જાનવરોને પણ તમને મળીને ખુશી થઈ હશે. એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું- વિશ્વ કપ અને એશિઝ માટે અંગ્રેજી ટીમની પસંદગી કરવા પર ધ્યાન આપો. સાંભળ્યું છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ યોગ્ય સમય પર ફોર્મમાં આવી ગઈ છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર