VIDEO: ધોનીએ પુણેના ગ્રાઉન્ડ સ્ટાફનો આ અંદાજમાં વ્યક્ત કર્યો આભાર, તમે પણ કરશો સલામ
પંજાબ સામેની મેચ બાદ ચેન્નઈ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પુણે ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.
Trending Photos
નવી દિલ્હીઃ પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ પુણેને ચેન્નઈની ટીમે જીતની સાથે અલવિદા કરી દીધું છે. ચેન્નઈએ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ વિરુદ્ધ અંતિમ મેચ રમી અને પંજાબને 5 વિકેટે હરાવીને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી હતી. મહત્વનું છે કે, તમિલનાડુમાં કાવેરી જળ વિવાદ બાદ આઈપીએલ 2018માં ચેપોક સ્ટેડિયમની જગ્યાએ પુણે ચેન્નઈનું બીજુ હોમ ગ્રાઉન્ડ બન્યું. આ મેદાન પર આઈપીએલની અંતિમ મેચ ચેન્નઈ અને પંજાબ વચ્ચે રમાઈ. ચેન્નઈની ટીમે આઈપીએલમાં પોતાને સ્પોર્ટ કરવા માટે ખાસ અંદાજમાં આભાર માન્યો છે.
ચેન્નઈના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પુણેના ગ્રાઉન્ડ સ્ટાફને પોતાના હાથથી ગિફ્ટ આપી રહ્યો છે. આ ગિફ્ટ આપવાની સાથે ધોની ગ્રાઉન્ડ સ્ટાફની સાથે મજાક મસ્તી કરી રહ્યો છે.
Token of gratitude to the Pune Ground Staff! The distribution plus some Thala pranks! #WhistlePodu #Yellove #DenAwayFromDen 💛🦁 pic.twitter.com/LhAt5DMZrJ
— Chennai Super Kings (@ChennaiIPL) May 21, 2018
આ સાથે ચેન્નઈએ કેટલિક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરોમાં મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને શેન વોટસન ચીયરગ્રુપની સાથે જોવા મળી રહ્યાં છે.
Super loud #WhistlePodu for the cheer group who gave us stunning moves and kept #Yellove cheering us at the #DenAwayFromDen. #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/mOu1PsshAX
— Chennai Super Kings (@ChennaiIPL) May 21, 2018
મહત્વનું છે કે, આ પહેલા પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે મહેન્દ્ર સિંહ ધોનીને એક ગિફ્ટ આપી હતી. પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે મહેન્દ્ર સિંહ ધોનીને એક પોટ્રેટ ગિફ્ટ કરી. આ પોટ્રેટ મહેન્દ્ર સિંહ ધોનીનું અને જીવા તેની ગોદમાં છે. આ ભેટ ખૂબ શાનદાર અને ખાસ છે.
This #yellove is unparalleled. #PuneGroundStaff #whistlepodu #CSKvSRH 🦁💛 pic.twitter.com/grfinBY9Sj
— Chennai Super Kings (@ChennaiIPL) May 13, 2018
ફાઇનલ જંગમાં આજે ચેન્નઈનો સામનો હૈદરાબાદ સામે
વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ પ્લેઓફમાં બે વખતની વિજેતા ચેન્નઈનો સામનો એક વખતની વિજેતા હૈદરાબાદ સામે છે. આ મેચમાં હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બીજો મોકો મળશે. હારનારી ટીમ બીજા ક્વોલિફાયરમાં એલિમિનેટરની વિજેતા ટીમ સાથે ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે