World Cup: આ વખતે તો વર્લ્ડકપ પાક્કો... ચંદ્રયાન-3ની સફળતા બાદ મુંબઈ ઈન્ડિયન્સની મોટી ભવિષ્યવાણી!
Mumbai Indians Prediction: આઈપીએલમાં પાંચ વખત ટાઈટલ જીતી ચુકેલી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians)ચંદ્રયાન-3ના લેન્ડિંગ દ્વારા મોટી ભવિષ્યવાણી કરી છે. ભારતના ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ સાઉથ પોલ પર બુધવારે થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Chandrayaan-3, Mumbai Indians Prediction: ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે ઈતિહાસ રચી દીધો છે. વૈજ્ઞાનિકોની અથાગ મહેનતને કારણે ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ ચંદ્રના સાઉથ પોલ પર થયું છે. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ સાથે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.
ભારતે રચ્યો ઈતિહાસ
જેની રાહ દુનિયા જોઈ રહી હતી, બુધવાર એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6 કલાક 4 મિનિટના નક્કી સમયે તે પૂરી થઈ ગઈ. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. પ્રધાનમંત્રી મોદી સહિત કરોડો ભારતીયોએ આ ખુશીના માહોલની ઉજવણી કરી. ભારતીય ક્રિકેટ ટીમે પણ આયર્લેન્ડમાં ઉજવણી કરી હતી. ખાસ વાત છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ આ મિશનને લાઇવ જોઈ રહ્યાં હતા.
— Mumbai Indians (@mipaltan) August 23, 2023
મુંબઈ ઈન્ડિયન્સની ભવિષ્યવાણી
કેપ્ટન રોહિત શર્માની આગેવાનીવાળી આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ સાથે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. હકીકતમાં 2019માં ચંદ્રયાન-3 મિશન સફળ થયું નહીં. ત્યારે ઈસરો ચીફ કે સીનને પીએમ મોદીએ ગળે લગાવ્યા હતા. તે વર્ષે ભારતે વનડે વિશ્વકપ રમ્યો પરંતુ ટીમ ટાઇટલ જીતી શકી નહીં. હવે આજે ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયું છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ તસવીરોના સહારે લોડિંગવાળી ઈમોજી લગાવી છે કે આગળ જોઈએ 2023ના વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા સફળ થઈ શકે છે.
આયર્લેન્ડમાં ખેલાડીઓએ જોયું લાઇવ લેન્ડિંગ
આયર્લેન્ડના પ્રવાસ પર જસપ્રીત બુમરાહની આગેવાનીમાં રમી રહેલી ભારતીય ટીમ પણ ઉત્સાહથી ચંદ્રયાન-3ના લેન્ડિંગને લાઈવ જોઈ રહી હતી. બીસીસીઆઈએ એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં કેપ્ટન બુમરાહ સહિત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈએ એક તસવીર પણ શેર કરી છે, જેમાં લખ્યું છે- ઈતિહાસ રચાયો. મિશન સફળ. શુભેચ્છા ભારત..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે