Kabaddi: ગુજરાતે કબડ્ડીની મેચમાં ગોવાને હરાવીને સર્જ્યો અપસેટ
36th National Games: આ સિવાય ભાવનગરમાં નેટબોલની ગેમ ની શરૂઆત હતી, જેમાં યજમાન ટીમ એ શરૂઆતના મુકાબલામાં નેશનલ ચેમ્પિયન હરિયાણાનો સામનો કર્યો હતો. ગુજરાતની પુરૂષોની ટીમ, સ્પષ્ટપણે અંડરડોગ્સ, તેમની પૂલ એ મેચ માં જુસ્સાદાર લડત સાથે આવી હતી પરંતુ 47-60 થી હાર થઇ હતી.
Trending Photos
36th National Games: 36મી નેશનલ ગેમ્સ ની અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સનું શરૂઆત થઇ છે જેમાં ગુજરાતના પુરુષોએ પૂલએ મેચમાં દ્વિતીય ક્રમાંકિત ગોવાને 56-27થી હરાવ્યું હતું અને હાજર તમામ લોકો ને ખુશ કરી દીધા હતા. જોકે, ગુજરાત ની મહિલા ટીમ માટે વિજયી શરૂઆત થઇ શકી નહોતી. ટોચના ક્રમાંકિત બિહાર સામે, તેઓએ તેમની પૂલ એ હરીફાઈમાં 15-38 થી હારતા પહેલા એક શાનદાર લડત આપી હતી.
આ સિવાય ભાવનગરમાં નેટબોલની ગેમ ની શરૂઆત હતી, જેમાં યજમાન ટીમ એ શરૂઆતના મુકાબલામાં નેશનલ ચેમ્પિયન હરિયાણાનો સામનો કર્યો હતો. ગુજરાતની પુરૂષોની ટીમ, સ્પષ્ટપણે અંડરડોગ્સ, તેમની પૂલ એ મેચ માં જુસ્સાદાર લડત સાથે આવી હતી પરંતુ 47-60 થી હાર થઇ હતી.
પ્રથમ બે કવાર્ટર માં હરિયાણા 13-11ની લીડ સાથે આગળ હતાં. હાફ ટાઈમમાં લીડ બે પોઈન્ટથી વધુ લંબાય નહીં તેની ખાતરી કરીને ગુજરાતે લીડ વધારવાં દીધી ન હતી. હિમાંશુ 28 પોઈન્ટ સાથે યજમાન ટીમ માટે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો જ્યારે વિકાસે 11 પોઈન્ટ અને મનોજ ટાંકે 8 પોઈન્ટ મેળવ્યા હતા.
ગુજરાતના સુકાની વિકાસ પ્રજાપતિએ કહ્યું કે તેમની ટીમ ખૂબ સારી રીતે રમી પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બચાવ કરવામાં તેમની નિષ્ફળતાએ તેમને નુકસાન પહોંચાડ્યું. તેણે કહ્યું કે, અમે આગામી મેચોમાં આ ભૂલોને ચોક્કસ સુધારીશું.
પરિણામો (ફક્ત ગુજરાત):
કબડ્ડી:
મેન્સ પૂલ એ : ગુજરાત થી ગોવા 56-27 થી જીત્યું
મહિલા પૂલ બી: ગુજરાત બિહાર સામે 15-38થી હારી ગયું
નેટબોલ:
મેન્સ પૂલ એ: ગુજરાત હરિયાણા સામે 47-60 થી હારી ગયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે