ફીફા મહિલા વિશ્વકપઃ સ્વીડનને 1-0થી હરાવી નેધરલેન્ડ ફાઇનલમાં, હવે અમેરિકા સામે ટક્કર
ફાઇનલ મુકાબલો 7 જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે.
Trending Photos
પેરિસઃ ફ્રાન્સમાં રમાઇ રહેલી ફીફા મહિલા વિશ્વ કપમાં નેધરલેન્ડની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને 1-0થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એકમાત્ર ગોલ જૈકી ગ્રોનેને એક્સ્ટ્રા ટાઇમમાં 9મી મિનિટે કર્યો હતો. ફાઇનલ મુકાબલો 7 જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે.
ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મુકાબલો
નેધરલેન્ડનો આ બીજો ફીફા મહિલા વિશ્વ કપ છે. ડચ ટીમ પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અમેરિકાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો.
ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો 6 જુલાઈએ અલાયંજ રિવિએરા સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડનો સેમિફાઇનલમાં અમેરિકા સામે પરાજય થયો હતો.
1991થી અત્યાર સુધી અમેરિકા ત્રણ વખત ફીફા મહિલા વિશ્વ કપનું ટાઇટલ જીતી ચુકી છે. તે એક વખત રનર-અપ રહી છે. 2015મા અમેરિકાએ ફાઇનલમાં જાપાનને 5-2થી હરાવી ટાઇટલ જીત્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે