નેધરલેન્ડ

નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કર્યું

નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વકપ ક્વોલિફાયરમાં પોત-પોતાનો મુકાબલા જીતીને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે.

Oct 30, 2019, 03:45 PM IST

ફીફા મહિલા વિશ્વકપઃ સ્વીડનને 1-0થી હરાવી નેધરલેન્ડ ફાઇનલમાં, હવે અમેરિકા સામે ટક્કર

ફાઇનલ મુકાબલો 7 જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે. 

Jul 4, 2019, 03:55 PM IST

ચોંકાવનારો  કિસ્સો, મહિલાઓ સાથે છેતરપિંડી, 89 વર્ષનો ડોક્ટર 49 બાળકોનો બાપ બન્યો

બાળકની ચાહતમાં મહિલાઓ આઈવીએફનો સહારો લેતી હોય છે પરંતુ નેધરલેન્ડમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો.

Apr 14, 2019, 03:02 PM IST
Zee 24 Kalak know View of Bussinessman on last day of Vibrant Summit PT3M32S

વાયબ્રન્ટ સમિટ 2019નું સમાપન, જાણો વેપારીઓને શું ફાયદો?

વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.

Jan 20, 2019, 10:15 PM IST

2002 ના રમખાણો બાદ બગડેલી છબિને સુધારવામાં મદદગાર રહ્યું વાઈબ્રન્ટ ગુજરાત: વિજય રૂપાણી

ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત સમિટના નવા સત્રનું રવિવારે સમાપન થઇ ગયું. આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.

Jan 20, 2019, 06:54 PM IST

વાઈબ્રન્ટ ગુજરાત 2019: નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં કોઇ વધારો નથી : સ્‍મૃતિબેન ઇરાની

વાયબ્રન્‍ટ ગ્‍લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસે મહાત્‍મા મંદિર ખાતે ટેક્ષટાઇલ કોન્‍કલેવ અંતર્ગત આયોજિત એકસપ્‍લોરિંગ ગ્રોથ પોન્‍ટેશિયલ ઇન ટેક્ષટાઇલ ફોર બિલ્‍ડીંગ ન્‍યુ ઇન્‍ડિયા વિષયક સેમિનાર યોજાયો હતો. ગુણવત્‍તામાં સુધારો કરી રોજગારીની તકોમાં વૃધ્‍ધિ કરવાની વિપુલ સંભાવનાઓ વિશે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, કેન્‍દ્રિય ટેક્ષટાઇલ મંત્રી સ્‍મૃતિબેન ઇરાની, મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહિત ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં વિશદ છણાવટ કરવામાં આવી હતી.

Jan 20, 2019, 05:44 PM IST

Vibrant Gujarat 2019: મહેસૂલ વિભાગ રૂ. ૧ના ટોકન દરે ભાડે જમીન ફાળવવામાં આવશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના ભાગરૂપે યોજાયેલા ગુજરાત અને ભારતમાં  પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનની તકો વિષયક પરિસંવાદમાં રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિધ ઊર્જા નિગમો તેમજ ડેવલપર્સ વચ્ચે રૂ. એક લાખ કરોડના મૂડી રોકાણથી સૌર પવન અને પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના પ્રોજેક્ટ્સ તેમજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની સ્થાપનાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. 

Jan 20, 2019, 05:21 PM IST

Vibrant Gujarat 2019: ''પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટની સ્થાપના માટે ગુજરાત એક આદર્શ સ્થળ''

પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો.

Jan 20, 2019, 04:29 PM IST

ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર સાઇપ્રસ વિશ્વનો આઠમો દેશ, ભારતીયોને સ્ટાર્ટઅપ માટે વિઝા અપાશે

ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર વિશ્વના દેશોમાં સાઇપ્રસ ૮મું સ્થાન ધરાવે છે. એપ્રિલ ર૦૦૦થી ભારત અને સાઇપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો રહ્યા છે. સાયપ્રસમાં સ્ટાર્ટઅપ યુવા એન્ટપ્રિયોર શિક્ષકો ભારતીય-ગુજરાતીઓને ખાસ વિઝા પણ ઇસ્યુ કરવામાં આવશે તેમજ તેમના સ્ટાર્ટઅપના વિકાસ માટે તમામ સહયોગ આપવામાં આવશે. 

Jan 20, 2019, 04:16 PM IST

PM મોદી સાથે ફોટો પડાવવાની સોનેરી તક, બસ કરવું પડશે આટલું કામ

જો તમે PM નરેંદ્ર મોદી સાથે ફોટો પડાવવાની ઇચ્છા ધરાવો છો તો તમારી ઇચ્છા તાત્કાલિક પુરી થઇ શકે છે. એક કંપનીએ આધુનિક ટેક્નિકથી આ કામ શક્ય કર્યું છે. તેના માટે ગુજરાતના ગાંધીનગર શહેરમાં 3-3 બૂથ મહાત્મા મંદિરમાં લગાવવામાં આવ્યા છે, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) સમિટ ચાલી રહી છે. અત્યાર સુધી હજારો લોકોએ પીએમ મોદી સાથે ફોટો પડાવી લીધા છે. 

Jan 19, 2019, 08:15 PM IST

USIBC અને KPMG ઈન્ડીયાએ રજૂ કર્યો 'ઈન્ડીયા પાર્ટનરશીપ- રોડ ટુ પ્રોસ્પેરિટી' રિપોર્ટ

યુએસ-ઈન્ડીયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા   કેપીએમજીના સહયોગથી 'ઈન્ડીયા પાર્ટનરશીપ- રોડ ટુ પ્રોસ્પેરિટી' અંગેનો અહેવાલ વાયબ્રન્ટ ગુજરાત સમીટ 2019 પ્રસંગે યોજાયેલા યુએસ કન્ટ્રી સેમિનારમાં રજૂ કર્યો છે. આ અહેવાલ  ગવર્નર ઓફ કેનટુકી મેટ્ટ બેવીન, પી.કે. ગેરા - ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.ના એમડી અને અરૂણકુમાર-કેપીએમજી ઈન્ડિયાના સીઈઓ અને ચેરમેન અને યુએસઆઈબીસી ઈન્ડિયા ઓથોરિટી કાઉન્સિલના ચેરમેન તથા યુએસઆઈબીસીના પ્રેસિડેન્ટ નીશા બિસવાલે રજૂ કર્યો હતો.

Jan 19, 2019, 07:42 PM IST

Vibrant Gujarat 2019: આફ્રિકા ડેની ઉજવણીમાં ગાંધીની ભૂમિમાં મંડેલાની કર્મભૂમિના લોકોનો અદ્દભૂત સમન્વય

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટમાં થયેલી આફ્રિકા દિનની ઉજવણીમાં ઉપસ્થિત આફ્રિકન દેશોના પ્રતિનિધિઓએ ભારતના તેમના દેશોનું મહત્વ સ્વીકારવા બદલ ભરપૂર પ્રશંસા કરી હતી. ખાસ કરીને ગુડવિલ વર્ક, યુએન પિસ કિપિંગ ફોર્સની કામગીરી સહિતની બાબતોમાં ભારતના યોગદાનને આ પ્રતિનિધિઓએ આવકાર્યું હતું. ગાંધીજીની ભૂમિમાં નેલસન મંડેલાની કર્મભૂમિના પ્રતિનિધિઓનો અદભુત સંગમ થયો હતો. આ પ્રતિનિધિઓએ રજૂ કરેલા મનનીય વિચારોની ઝલક પ્રસ્તુત છે. 

Jan 19, 2019, 03:45 PM IST

Vibrant Gujarat 2019: ગુજરાતે-ભારતને મોહનદાસ ગાંધી આપ્‍યા, આફ્રિકાએ ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા: સુષ્‍મા સ્‍વરાજ

ગુજરાતે-ભારતે મોહનદાસ ગાંધી આપ્‍યા હતા, એ આફ્રિકાએ ભારતને ‘મહાત્‍મા’ પાછા આપ્‍યા.’ બૃહદ આફ્રિકા નિઝમનો પાયો આફ્રિકાના પિતામહ વ્‍યક્તિત્‍વોએ નાખ્‍યો છે, આફ્રિકાની એકતાએ એનું ઘડતર કર્યું છે અને આફ્રિકન યુનિયન તેને વધુ સુદૃઢ કર્યું છે. 

Jan 19, 2019, 03:27 PM IST

Vibrant Summit 2019 : ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દુનિયાભરના રોકાણકારોને આમંત્રિત કરતાં કહ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. હાલમાં અહીં બિઝનેસ શરૂ કરવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઇ ચૂક્યો છે અને તેમના રોકાણની સુરક્ષા માટે તંત્ર વિકસિત થઇ ગયું છે. સાથે જ ટેક્સ સુધાર ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવ્યા છે. 

Jan 18, 2019, 07:14 PM IST

Vibrant Gujarat 2019: ભારત દુનિયામાં પાંચમો મોટો રિન્યૂબલ એનર્જી ઉત્પાદક દેશ: નરેંદ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કર્યુ છે. તેમણે પોતાના સંબોધનમાં જાવ્યું છે કે રેટિંગ એજન્સી મુડીઝે ભારત પરનો વિશ્વાસ મજબૂત બનાવ્યો છે. ભારતે બિઝનેસની દૃષ્ટિએ સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે. જે લોકો ભારત આવે છે એ એની હવામાં બદલાવ અનુભવે છે.

Jan 18, 2019, 01:44 PM IST

VIBRANT GUJARAT : ઘરે બેઠા મળશે 50% સસ્તા ફળ, આ કંપનીએ રજૂ કર્યું અનોખુ મોડલ

જો તમે અમદાવાદમાં રહો છો અને તાજા ફળ ખાવા માંગો છો અને તે પણ વ્યજાબી ભાવે તો જલદી જ તમે તેનો લાભ ઉઠાવી શકશો. ફાર્મ 2 ડોર (Farm2door)ના નામથી એક સ્ટાર્ટઅપે વાઈબ્રન્ટ સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું અને થોડા દિવસોમાં તે અમદાવાદમાં પણ શરૂ કરવામાં આવશે. આ સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન મળી શકે છે.

Jan 18, 2019, 12:55 PM IST

VIBRANT GUJARAT 2019: નેધરલેન્ડ-ગુજરાતનો સંબંધ ગાઢ બન્યો, થશે આ 10 સમજૂતિના કરાર

ફૂડ, એગ્રી અને બાગાયત, સ્માર્ટ સીટીઝ, રિન્યુએબલ એનર્જી અને લોજીસ્ટીક્સ તથા મેરીટાઈમ ક્ષેત્રે દ્વિપક્ષી સંબંધોને વેગ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. નેધરલેન્ડઝ સતત ત્રીજી વખત વાયબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થઈ રહ્યું છે.  

Jan 18, 2019, 12:19 PM IST

Vibrant Gujarat 2019: નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે, નેધરલેન્ડ-ગુજરાત વચ્ચે ૬ થયા MoU

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નેધરલેન્ડના મિનીસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસ્ટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે. 

Jan 17, 2019, 08:24 PM IST

Vibrant Gujarat 2019: સ્ટાર્ટ અપ ક્ષેત્રે ગુજરાત રાજ્ય જાપાન સાથે સહયોગ કરશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની નવમી શ્રેણીની પૂર્વસંધ્યાએ જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આવકારતા જણાવ્યું હતું કે, ભારત જાપાનના સંબંધો વિકાસની નવી દિશા કંડારશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ જાપાન દેશ પાર્ટનર તરીકે ગુજરાતની સાથે છે, ત્યારે ગુજરાત-જાપાનના આર્થિક સંબંધો અનેકવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરી વિકાસના નવા સમીકરણો રચશે. મુખ્યમંત્રીએ જાપાન દેશ ને ગુજરાતના “જુના મિત્ર” તરીકે ગણાવ્યો હતો. 

Jan 17, 2019, 08:13 PM IST

Vibrant Gujarat 2019: ઈઝરાયલનો મળશે સાથ, ગુજરાતનો થશે વિકાસ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.

Jan 17, 2019, 08:11 PM IST