ન્યૂઝીલેંડનો આ દિગ્ગજ ખેલાડી છે 'Gay', સંન્યાસના 20 વર્ષ બાદ કર્યો મોટો ખુલાસો

ન્યૂઝિલેંડના પૂર્વ ફાસ્ટ બોલર હીથ ડેવિસ (Heath Davis) સમલૈંગિકના રૂપમાં સામે આવનાર ન્યૂઝીલેંડના પહેલાં પુરૂષ ઇન્ટરનેશનલ ક્રિકેટર બની ગયા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના 20 વર્ષ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડ્યાના 18 વર્ષ બાદ તેમણે આ ખુલાસો કર્યો છે.

ન્યૂઝીલેંડનો આ દિગ્ગજ ખેલાડી છે 'Gay', સંન્યાસના 20 વર્ષ બાદ કર્યો મોટો ખુલાસો

New Zealand Cricketer Comes Out As Gay: ન્યૂઝીલેંડના એક દિગ્ગજ ક્રિકેટરએ તાજેતરમાં જ પોતાના જીવન સાથે જોડાયેલો મોટો ખુલાસો કર્યો છે. આ ખેલાડી ન્યૂઝીલેંડ ટીમ માટે 15 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના 20 વર્ષ બાદ આ ખેલાડીએ આ ખુલાસો કર્યો છે કે તે ગે એટલે કે સમલૈંગિક છે. આ ખુલાસાની સાથે જ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા સમલૈંગિક પુરૂષ ક્રિકેટર બની ગયા છે. 

આ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો
ન્યૂઝિલેંડના પૂર્વ ફાસ્ટ બોલર હીથ ડેવિસ (Heath Davis) સમલૈંગિકના રૂપમાં સામે આવનાર ન્યૂઝીલેંડના પહેલાં પુરૂષ ઇન્ટરનેશનલ ક્રિકેટર બની ગયા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના 20 વર્ષ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડ્યાના 18 વર્ષ બાદ તેમણે આ ખુલાસો કર્યો છે. મહિલા ક્રિકેટ જગતમાં ઘણા સમલૈંગિક ખેલાડી પહેલાં જ સામે આવી ચૂક્યા છે, પરંતુ ક્રિકેટમાં આ બીજો મામલો સામે આવ્યો છે.  

ઇન્ટરવ્યૂમાં આપ્યું મોટું નિવેદન
50 વર્ષના હીથ ડેવિસ હાલ (Heath Davis) ઓસ્ટ્રેલિયામાં રહી રહ્યા છે. હીથ ડેવિસ (Heath Davis) એ 2 ઓગસ્ટ 2022 ને ઓનલાઇન મેગેજીન 'ધ સ્પિનઓફ' ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'મને લાગ્યું કે મારા જીવનનો આ ભાગ હતો, જેને હું છુપાવી રહ્યો હતો. તેમણે કહ્યું 'મને વેલિંગટનમાં બહાર થવાનો ડર હતો. હું તેને છુપાવવા માટે મજબૂર હતો. હું તેને છુપાવવાના લીધે ખૂબ પરેશાન હતો. ઓકલેંડની ટીમમાં દરેક જાણતું હતું કે હું ગે છું, પરંતુ આ એટલો મોટો મુદ્દો લાગી રહ્યો નથી. મને બસ આઝાદ અનુભવી રહ્યો છું.'

પ્રથમ સમલૈંગિક પુરૂષ ક્રિકેટર
હીથ ડેવિસ (Heath Davis) એ 1004 થી 1997 સુધી પાંચ ટેસ્ટ અને 11 વનડે ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. હીથ ડેવિસ (Heath Davis) પહેલાં ઇગ્લેંડના પૂર્વ વિકેટકીપર સ્ટીવન ડેવિસ (Steven Davies) એ પણ વર્ષ 2011 માં પોતાને સમલૈંગિક હોવાનો ખુલાસો કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news