મિયાંદાદે પીસીબીને કહ્યું નજીકનાં ભવિષ્યમાં ભારતમાં રમવાનું ભુલી જાઓ

ભારત સાથે પાકિસ્તાન નહી રમે તો શું પાકિસ્તાની ક્રિકેટનો સર્વનાશ થઇ જશે

Updated By: Jan 5, 2018, 09:40 PM IST
મિયાંદાદે પીસીબીને કહ્યું નજીકનાં ભવિષ્યમાં ભારતમાં રમવાનું ભુલી જાઓ

કરાંચી : પાકિસ્તાનનાં પુર્વ કેપ્ટન અને કોચ જાવેદ મિયાંદાદે પોતાનાં દેશનાં ક્રિકેટ બોર્ડને નજીકનાં ભવિષ્યમાં ભારત સામે રમવાનું ભુલવા અને ઢાંચામાં સુધારા પર ધ્યાન આપવાની વાત કરી હતી. મિયાંદાદે કરાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે કહ્યું કે, તેઓ આપણી સાથે રમવા નથી માંગતા. તો એવું જ રહેશે. જો આપણે ભારત સામે નહી રમીએ તો આપણી રમત પુરી નહી થઇ જાય. 

124 ટેસ્ટ મેચ રમી ચુકેલા મિયાંદાદે કહ્યું કે, પીસીબીને દ્વિપક્ષીય મેચો માટે બીસીસીઆઇ પાસે ભીખ માંગવાની કોઇ જ જરૂર નથી. તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી આપણી સાથે નથી રમી રહ્યા, તો શું થયું ? શું આપણી ક્રિકેટ નીચી જતી રહી ? નહી, આપણે સારૂ કર્યું. ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ તેનું જ ઉદાહરણ છે. 

મિંયાદાદે કહ્યું કે, પાકિસ્તાનમાં ક્રિકેટ ક્યારે પણ ખતમ થઇ શકે નહી. 2009 બાદ  આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વગર જ ભારત અને પાકિસ્તાને 2008 મુંબઇ આતંકવાદી હૂમલા બાદથી બંન્ને દેશો વચ્ચે રાજનીતિક તણાવનાં કારણે 2012 બાદથી દ્વિપક્ષીય ક્રિકેટ રમાઇ જ નથી.