જોકોવિચને ચોથીવાર લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ મળ્યો, સિમોન બાઇલ્સ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી

સર્બિયાના ટેનિસ સ્ટાર જોવાક જોકોવિચે જાન્યુઆરીમાં રાફેલ નડાલને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 
 

  જોકોવિચને ચોથીવાર લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ મળ્યો, સિમોન બાઇલ્સ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી

મોનાકોઃ વિશ્વનો નંબર એક ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ચોથી વખત લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ જીતી લીધો છે. આ પહેલા તેણે 2012, 2015 અને 2016માં આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. મહિલાઓમાં અમેરિકાની સ્ટાર જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સને આ એવોર્ડ મળ્યો છે. વાઇલ્સે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને 2017માં પણ આ એવોર્ડ મળ્યો હતો. 

— #Laureus19 (@LaureusSport) February 18, 2019

જોકોવિચે ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે અને ક્રોએશિયાના લુકા મૌડ્રિચ, ફોર્મિલા વન ચેમ્પિયન લુઈસ ડૈમિલ્ટન, એનબીએ ખેલાડી લેબ્રોન જેમ્સ અને કેન્યાના ઇલિયુદ કિપચોગેને પાછળ છોડ્યા છે. 

— #Laureus19 (@LaureusSport) February 18, 2019

દરેક એથલીટ આ એવોર્ડ જીતવા ઈચ્છે છેઃ જોકોવિચ
જોકોવિચે જાન્યુઆરીમાં સ્પેનના રાફેલ નડાલને ફાઇનલમાં 6-3, 6-2, 6-3 હરાવીને રેકોર્ડ સાતમીવખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્હુયં હતું. આ એવોર્ડ જીત્યા બાદ જોકોવિચે કહ્યું, આ એક એવો એવોર્ડ છે, જેને પ્રત્યેક એથલીટ જીતવા ઈચ્છે છે. તેને જીતવો મારા માટે સન્માનની વાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news