અમદાવાદમાં રજૂ કરાયું અનોખુ સેલિબ્રિટી કેલેન્ડર, 12 ગુજરાતી સેલિબ્રિટીઝ કેલેન્ડરમાં ચમકી
Trending Photos
અમદાવાદ: વિશા કાનુગા અને કોષા ડગલીના અમદાવાદના શ્વેતરંગ નામના ડિઝાઈનર સ્ટોર અને પ્રસિધ્ધ તસવીરકાર, અભિનેતા અને રંગમંચના કલાકાર ગૌરાંગ આનંદે આજે એક ભવ્ય સમારંભમાં અમદાવાદમાં શ્વેતરંગ ખિઝાનત સ્ટોર ખાતે અનોખું ગુજરાતી સેલિબ્રિટી કેલેન્ડર રજૂ કર્યું છે. ઢોલીવુડ સ્ટાર્સ નેત્રી ત્રિવેદી, ભક્તિ કુબાવત, રેવન્તા સારાભાઈ, યશ સોની અને મયૂર ચૌહાણ કે જેમનો આ કેલેન્ડરમાં સમાવેશ કરાયો છે તે આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સમારંભમાં આકર્ષણરૂપ બન્યા હતા. આ સેલિબ્રિટી કેલેન્ડર કન્સેપ્ટ હજુ આપણાં માટે નવો છે. આ પ્રકારના કેલેન્ડરમાં સૌ પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સેલિબ્રિટીઝને રજૂ કરવામાં આવ્યા છે.
ઢોલીવુડના સ્ટાર પડદા પર જે પ્રકારની ભૂમિકાઓ ભજવે છે તેના આધારે તેમની બીબાઢાળ છાપ બંધાઈ છે. આ કેલેન્ડર તેમને સંપૂર્ણપણે નવા અવતારમાં રજૂ કરે છે. આ અનોખા કેલેન્ડરમાં જે સેલિબ્રિટીઝનો સમાવેશ કરાયો છે તેમાં મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી, યશ સોની, મયૂર ચૌહાણ, રેવન્તા સારાભાઈ, દિક્ષા જોષી, આરોહી પટેલ, જાનકી બોડીવાલા, શ્રધ્ધા ડાંગર, નેત્રી ત્રિવેદી, ભક્તિ કુબાવત અને એશા કંસારા છે.
કેલેન્ડર પાછળનો વિચાર વ્યક્ત કરતાં ફોટોગ્રાફર ગૌરાંગ આનંદે જણાવ્યું હતું કે "હું છેલ્લા થોડાંક વર્ષથી આ પ્રકારનું કેલેન્ડર બનાવવા વિચારી રહ્યો હતો. ગુજરાતી કલાકારો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અપવાદરૂપ સારી કામગીરી કરી રહ્યા છે અને આ કેલેન્ડર રજૂ કરવા માટે આથી બહેતર બીજો કોઈ સમય હોઈ શકે નહીં. આ કેલેન્ડરમાં પાત્રો, ડ્રામા અને ગ્લેમરનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ 12 સેલિબ્રિટીઝ પસંદ કરવાનું કારણ તેમનામાંના દરેક અંગે મારા મનમાં ચાલતા ચોક્કસ વિચારો હતા. હું તેમની બીબાઢાળ છાપ દૂર કરવાની ઈચ્છા રાખતો હોવાથી મેં તેને વધુ બહેતર બનાવ્યું છે. આ મજલ મારા માટે ખૂબ જ રસપ્રદ રહી છે."
આ અનોખા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં શ્વેતરંગના વિશા કાનુગા જણાવે છે કે "શ્વેતરંગ ખાતે અમે હંમેશા બીબાઢાળ છાપ દૂર કરીને દરેક વખતે કશુંક નવું સર્જવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ. ગુજરાતી સેલિબ્રિટી કેલેન્ડરનો કન્સેપ્ટ અમને આ રીતે આકર્ષી ગયો છે. આ સેલિબ્રિટીઝને નવા ઉંચા સ્તરે લઈ જઈને અમે તેમના માટે વસ્ત્રો ડિઝાઈન કર્યા છે, જે તેમની સ્થિર છાપ કરશે અને અમે આકર્ષક કેલેન્ડર બનાવ્યું છે."
આ કેલેન્ડરની રજૂઆત એ બિન વ્યાપારી પ્રવૃત્તિ છે અને આ કેલેન્ડર પસંદગીના મહાનુભવોને ભેટ તરીકે આપવામાં આવશે. અમે તમામ 12 કલાકારો કે જેમણે તેમની વ્યસ્ત પ્રવૃત્તિમાંથી અમને સમય ફાળવ્યો હોવાથી અમે તેમના આભારી છીએ અને સન્માનિત થયાની લાગણી અનુભવીએ છીએ. તેમના આ વલણને કારણે કેલેન્ડર રજૂ કરવાનો વિચાર સાકાર થઈ શક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે