Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝ

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024ના 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે 451.4નો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો છે. યુક્રેનના કુલિશે સિલ્વર મેડલ જ્યારે ચીનના યુકુને ગોલ્ડ મેડલ જીત્યા.

Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો ત્રીજો મેડલ, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝ

પેરિસ ઓલિમ્પિક 2024ના 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલે 451.4નો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ અગાઉ મનુએ ઈન્ડિવિઝ્યુઅલ અને ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અત્રે જણાવવાનું કે સ્વપ્નિલ કુસાલેએ 17મી મે 2024ના રોજ ભોપાલમાં આયોજિત અંતિમ પસંદગી  ટ્રાયલમાં 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. 1995માં જન્મેલા કુસાલે ખેડૂત પરિવારમાંથી આવે છે. 

સ્વપ્નિલ કુસાલેનો કુલ સ્કોર 451.4 છે. યુક્રેનના કુલિશે સિલ્વર મેડલ જ્યારે ચીનના યુકુને ગોલ્ડ મેડલ જીત્યા. ભારતનો પેરિસ ઓલિમ્પિકમાં આ ત્રીજો મેડલ છે. પહેલીવાર ઓલિમ્પિકમાં એવું બન્યું છે કે એક જ ખેલમાં ભારતને 3 મેડલ મળ્યા ચે. 50 મીટર રાઈફલ 3 પોઝીશનમાં પહેલીવાર કોઈ ભારતીય ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચ્યો અને મેડલ જીત્યો. 

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ મનુ ભાકરે જીત્યો હતો. તેમણે રવિવારે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીતીને મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો. હવે પેરિસ ઓલિમ્પિકમાં મેડલિસ્ટમાં સ્વપ્નિલ કુસાલેનું નામ પણ જોડાઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news