ગુજરાતની 21 બેંકોના હજારો ગ્રાહકો ભરાયા : પૈસા ઉપાડવામાં સમસ્યા, તમારું એકાઉન્ટ તો નથી ને!

Ransomware Attack on Banks: આ સાયબર એટેક પછી લગભગ 300 નાની બેંકોના ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવામાં અને યુપીઆઈનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ 21 સહકારી બેંકોને અસર પડી છે. હજારો ગ્રાહકો છતાં પૈસે રૂપિયા ઉપાડી શકતા નથી. 

ગુજરાતની 21 બેંકોના હજારો ગ્રાહકો ભરાયા : પૈસા ઉપાડવામાં સમસ્યા, તમારું એકાઉન્ટ તો નથી ને!

Cyber Attack on Banks: ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઈડર C-Edge Technologies પર સાયબર એટેકના કારણે દેશભરની લગભગ 300 નાની બેંકોનું કામ ઠપ થઈ ગયું હતું. આ નાણાકીય સંસ્થાઓના ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવામાં અને યુપીઆઈનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટેકનિકલ સમસ્યાએ તે સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોના ગ્રાહકોને અસર કરી છે જેઓ SBI અને TCSના સંયુક્ત સાહસ C-Edge પર નિર્ભર છે. જો કે, અન્ય બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે.

સી-એજ ટેક્નોલોજીસની સિસ્ટમમાં સમસ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે C-Edge ટેક્નોલોજીસ તેની સિસ્ટમમાં સેંઘમારીની જાણ થયા બાદ છેલ્લા બે દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહી છે. 

નાણાકીય નુકસાનના અહેવાલ નથી
જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સુરક્ષા ઉલ્લંઘનને કારણે નાણાકીય નુકસાનના કોઈ અહેવાલ નથી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ મોડી સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સી-એજ ટેક્નોલોજીસને રેન્સમવેર એટેક આવ્યો છે, જેના કારણે તેમની કેટલીક સિસ્ટમ્સ પ્રભાવિત થઈ છે.'

યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે કામ
કંપનીએ NPCI દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સની ઍક્સેસથી સી-એજને અસ્થાયી રૂપે અલગ કરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે સી-એજ ટેક્નોલોજી સાથે પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે અને જરૂરી સુરક્ષા સમીક્ષા પ્રક્રિયામાં છે. જો બધું આયોજન મુજબ ચાલશે તો ગુરુવારે સવાર કે બપોર સુધીમાં તે કાર્યરત થઈ જશે.

300 બેંકોના ગ્રાહકોને સમસ્યા
અસરગ્રસ્ત નાણાકીય સંસ્થાઓ સમગ્ર દેશમાં કુલ ચુકવણી પ્રણાલીના વોલ્યુમના એક ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. ગુજરાતની 17 જિલ્લા સહકારી બેંકો સહિત દેશભરની 300 જેટલી બેંકો છેલ્લા બે-ત્રણ દિવસથી સમસ્યાનો સામનો કરી રહી છે. બેંકો 29 જુલાઈથી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને સોફ્ટવેર કંપનીના અધિકારીઓ તેને ટેકનિકલ ખામી ગણાવી રહ્યા છે. દરમિયાન અમારા સહયોગી ઈન્ડિયા ડોટકોમે C-Edgeમાંથી પ્રતિક્રિયા માટે પણ પ્રયાસ કર્યો હતો પણ કોઈ ઉપલબ્ધ નહોતું. જોકે, એવી આશા છે કે આજે આ સમસ્યા દૂર થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news