આજે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હરિયાણા સ્ટીલર્સ સામે ટકરાશે

રૂતુરાજ કોરાવી અને કલાઈ આરસન જેવા ખેલાડીઓ માટે તે પીકેએલની પ્રથમ મેચ હતી. અને તે અતિ ઉત્સાહમાં હશે.

આજે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હરિયાણા સ્ટીલર્સ સામે ટકરાશે

અમદાવાદ: દબંગ દિલ્હી સાથેની ઓપનીંગ મેચમાં ટાઈ પ્રાપ્ત કરનાર ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ સોનીપત ખાતે યોજાનાર પ્રો કબડ્ડી લીગની સિઝન 6ની તેમની ઝોન બીની બીજી મેચમાં હરિયાણા સ્ટીલર્સનો સામનો કરવા સજજ બની છે.  

તેમની દિલ્હી સાથેની પ્રથમ મેચમાં  મોટા ભાગના સમય દરમ્યાન જાયન્ટસ મોખરે હતા. પરંતુ મેચ 32-32 સાથે ટાઈમાં પરિણમી હતી. જાયન્ટસના હેડ કોચ મનપ્રિત સિંઘે સ્વિકાર્યું છે કે તેમના ખેલાડીઓએ થોડીક ભૂલો કરી હતી પરંતુ તેમણે ખેલાડીઓની રમતની પ્રશંસા કરી છે.

મનપ્રિત સિંઘ જણાવે છે કે " તે સિઝનની પ્રથમ મેચ હતી. કોઈપણ ટીમ માટે શરૂઆતની થોડીક મેચ આકરી બની રહેતી હોય છે. ટીમ યોગ્ય કોમ્બીનેશન પસંદ કરવાની પ્રક્રિયામાં છે. અને છેલ્લી મિનિટોમાં કેટલીક ક્ષતીઓ કરી હતી પરંતુ એવુ થતુ હોય છે. અમારી ટીમ યુવાન અને તરવરાટ ધરાવતી ટીમ છે. રૂતુરાજ કોરાવી અને કલાઈ આરસન જેવા ખેલાડીઓ માટે તે પીકેએલની પ્રથમ મેચ હતી. અને તે અતિ ઉત્સાહમાં હશે. મને ખાત્રી છે કે જેમ ટુર્નામેન્ટ આગળ વધતી જશે તેમ તે બોધપાઠ લઈને પોતાની રમત સુધારશે."

દરમ્યાનમાં હરિયાણા સ્ટીલર્સ બેધારી તલવાર ઉપર ચાલી રહી છે. સોનીપતમાં તેમને હોમ ગ્રાઉન્ડમાં રમવાનો લાભ રહેશે  પરંતુ નાડા એન્ડ કંપની પુણેરી પલટન સામે 22-34થી પરાજય થયા પછી તે જીતવાના દબાણ હેઠળ રહેશે. આમ છતાં પણ મનપ્રિતને લાગે છે કે કોઈ પણ ટીમ અંગે અગાઉથી અભિપ્રાય બાંધવો તે ઠીક નથી. "કેપ્ટન સુરેન્દ્ર નાડા અને ટોપ રેઈડર મનુ ગોયલ સાથે સ્ટીલર્સ એક સારી ટીમ છે અને તે લોકો પીઢ ડિફેન્ડર છે."

આજની મેચના ટીમના સ્વરૂપ અંગે પૂછવામાં આવ્યું તો મનપ્રિતે કહ્યું કે "જાયન્ટસ કોઈ એક ખેલાડી ઉપર નિર્ભર નથી. તેમના ચાહકોએ સરપ્રાઈજ અને હિમતભર્યા કદમ માટે તૈયાર રહેવાનું છે." મનપ્રિતે રેઈડર કે. પ્રપંજનને મહેન્દ્ર રાજપૂતની પહેલાં મેદાનમાં ઉતાર્યો હતો. "અમારી પાસે મજબૂત સંરક્ષણ હરોળ ચે. વિરોધી ટીમને માટે સુનિલ અને પરવેશની ચેઈન તોડવાનુ મુશ્કેલ બની રહેશે. રૂતુરાજ અને કલાઈ પણ સારી રમત રમી રહ્યા છે. પ્રપંજન અને સચિન રેઈડીંગ વિભાગની આગેવાની લેશે  "હું કહી શકું  કે અમારે પાસે કોઈ એક સ્ટાર પ્લેયર નથી તમામ ખેલાડી સ્ટાર છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news