T20 વર્લ્ડકપમાં ગુજરાતના પાટીદારે પાકિસ્તાનને પછાડ્યું, USAના કેપ્ટન સામે બાબરના 12 વાગી ગયા!

આણંદનાં વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટ રમતા મોનાંક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 50 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપતા તેમાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

T20 વર્લ્ડકપમાં ગુજરાતના પાટીદારે પાકિસ્તાનને પછાડ્યું, USAના કેપ્ટન સામે બાબરના 12 વાગી ગયા!

બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટ રમતા મોનાંક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 50 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપતા તેમાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટના પાઠ ભણેલો મોનાંકનાં પિતા દિલીપભાઈ તેમજ કાકા અને દાદા પણ એક સારા ખેલાડી હતા. જેથી મોનાંકને ક્રિકેટનાં શોખનો વારસો ગળથુથીમાં જ મળ્યો હતો. મોનાર્કનાં દાદા કહે છે કે મોનાંકને નાનપણથીજ ક્રિકેટનો શોખ હતો અને તે ઘરમાં પ્લાસ્ટીકનાં બોલથી ક્રિકેટ રમ્યા કરતો હતો. તેમજ થોડો મોટો થયા બાદ બંગ્લાની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ક્રિકેટ રમતો હતો અને ત્યારબાદ તે અંડર 18માં પણ ક્રિકેટ રમ્યો હતો. 

મોનાંકનાં મોટા ભાગનાં પરિવારજનો અમેરીકામાં સ્થાઈ થયો હતો અને જેથી તે અમેરિકા ગયો હતો અને ત્યાં નાની નાની કાઉન્ટી મેચો રમતો હતો. વર્ષ 2010માં તેને અમેરીકાનું ગ્રીડકાર્ડ મળ્યું હતું અને ત્યારબાદ તે 2016માં સંપૂર્ણપણે અમેરિકામાં સ્થાઈ થઈને 2018માં યુએસની ક્રિકેટ ટીમમાં વિકેટકિપ તરીકે સામેલ થયો હતો અને ત્યારબાદ તેને યુએસની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2022માં મોનાંકએ આણંદ ખાતે રમાયેલી એપીએલ ક્રિકેટ ટીમમાં યુએસની ટીમ સાથે ભાગ લીધો હતો. થોડા સમય પૂર્વે પણ મોનાંક પોતાનાં મિત્ર સાથે આણંદ આવ્યો હતો અને અહિયાં પણ તે સતત ક્રિકેટ રમતો હતો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મોનાંકને બિરદાવ્યો હતો. 

મોનાંકનાં માતાનું થોડા વર્ષો અગાઉ નિધન થઈ ગયું છે, જયારે હાલમાં તેનાં પિતા અને કાકા સહિત સમગ્ર પરિવાર અમેરિકામાં છે, જયારે મોનાંકનાં દાદી અને પપ્પાનાં ફોઈ વલ્લભવિદ્યાનગરમાં છે, તેઓએ પણ મોનાંકની ક્રિકેટ મેચ જોઈને આનંદની લાગણી અનુભવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news