UP Yoddha vs Gujarat Fortunegiants: યૂપી યોદ્ધાએ ગુજરાત જાયન્ટ્સ સામે નોંધાવી પ્રથમ જીત
મેચનો પ્રથમ પોઇન્ટ યૂપીએ પોતાના નામે કર્યો, જ્યારે ગુજરાતને ખાતુ ખોલાવવામાં 3 મિનિટ લાગી ગઇ હતી 8મી મિનિટ સુધી બંને ટીમ 5-5ની બરાબરી પર હતી. ગુજરાતની ટીમ મેચની 20મી મિનિટે ઓલઆઉટ થઇ ગઇ હતી.
Trending Photos
કોલકાતા: પ્રો કબડ્ડી લીગ-2019માં સોમવારે પ્રથમ મેચ યૂપી યોદ્ધા અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ વચ્ચે કલકત્તામાં રમાઇ હતી, જેમાં યૂપીએ 33-26થી જીત નોંધાવી હતી. આ યૂપીની ગુજરાત સામે પ્રથમ જીત રહી છે. શ્રીકાંતે 13 રેઈડમાં છ પોઈન્ટ જ્યારે સુમિતે આઠ ટેકલમાં પાંચ પોઈન્ટ મેળવી ટીમના વિજયમાં યોગદાન આપ્યું હતું.
મેચનો પ્રથમ પોઇન્ટ યૂપીએ પોતાના નામે કર્યો, જ્યારે ગુજરાતને ખાતુ ખોલાવવામાં 3 મિનિટ લાગી ગઇ હતી 8મી મિનિટ સુધી બંને ટીમ 5-5ની બરાબરી પર હતી. ગુજરાતની ટીમ મેચની 20મી મિનિટે ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ હાફની સમાપ્તિ સુધી યૂપીએ 16-9થી લીડ બનાવી લીધી હતી. મેચની 27મી મિનિટે ગુજરાતને બીજીવાર ઓલઆઉટ કરી વિશાળ લીડ બનાવી લીધી હતી, જ્યાંથી ગુજરાત વાપસી કરી શક્યું નહી અને યૂપીએ 7 પોઇન્ટથી મેચ પોતાના નામે કરી લીધી હતી.
અગાઉ ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ યુપી યોધ્ધાએ પહેલો પોઈન્ટ તો મેળવી લીધો પણ એ પછી ગુજરાતની ટીમે સરસાઈ મેળવી લીધી હતી. ગુજરાતની ટીમ આ લિડ ટીમ લાંબો સમય જાળવી શકી ન હતી. પ્રથમ હાફમાં શરૂમાં સારી એવી રસાકસી જોવા મળી, પ્રથમ હાફની પાંચ મિનિટ બાકી હતી ત્યારે સ્કોર 8-8 હતો પણ એ પછી ગુજરાતની ટીમે રમત પરનો કાબૂ ગુમાવતા પ્રથમ હાફના અંતે તે 16-9થી પાછળ રહી હતી. આ દરમિયાન યુપીના રિષંક દેવાડિગાએ પ્રો કબડ્ડી લિગમાં 450 પોઈન્ટની સિધ્ધિ મેળવી હતી. બીજા હાફમાં ગુજરાતે વળતી લડત આપવા સંઘર્ષ કર્યો પરંતુ ટીમ યુપીના ખેલાડીઓ સામે ટકકર આપવામાં નિષ્ફળ રહી હતી.
આ મેચમાં ઊતરતાં પહેલાં ગુજરાતની છેલ્લી મેચ ટાઈ રહી હતી. આમ 13 મેચમાં પાંચ વિજય, સાત હાર અને એક ટાઈથી 33 પોઈન્ટ સાથે ગુજરાતની ટીમ આઠમા સ્થાને જળવાઈ રહી હતી જ્યારે યુપી યોદ્ધાની ટીમ તેનાથી એક ડગલું આગળ સાતમા ક્રમે હતી. 13 મેચમાં છ વિજય પાંચ પરાજય અને બે ટાઈ સાથે તેના 37 પોઈન્ટ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે