પીવી સિંધુએ 8 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું બેડમિન્ટ રમવાનું, શાનદાર રહી શટલરની સફર
પીવી સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં બીડબ્લ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019 જીતીને ઈતિહાસ રચી દીધો છે. તે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ પુસારલા વેંકટા સિંધુ એટલે કે પીવી સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં બીડબ્લ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019 જીતીને ઈતિહાસ રચી દીધો છે. તે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ખેલ પ્રધાન કિરણ રિજિજૂ, રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ક્રિકેટ, બોલીવુડ અને અન્ય ક્ષેત્રના લોકોએ પણ સિંધુને શુભેચ્છા આપી છે.
સિંધુએ જાપાનની નાઝોમી ઓકુહારાને 21-7, 21-7થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે સિંધુએ ઓકુહારા સામે 2017મા થયેલા પરાજયનો બદલો પણ લઈ લીધો છે. બે વર્ષ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓકુહારાએ સિંધુને હરાવી હતી. પીવી સિંધુએ ઓલિમ્પિક 2016મા સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષ 2012મા સિંધુએ 17 વર્ષની ઉંમરે વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં ટોપ 20 ખેલાડીઓમાં જગ્યા બનાવી લીધી હતી.
વર્ષ 2009મા જીત્યો હતો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ
તેંલગણાના હૈદરાબાજમાં 5 જુલાઈ 1995ના જન્મેલી પીવી સિંધુએ બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય કરિયર વર્ષ 2009મા શરૂ કર્યું હતું. તેણે રાષ્ટ્રીય સ્તર પર ધૂમ મચાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાનો પ્રથમ મેડલ વર્ષ 2009મા જીત્યો હતો. પીવી સિંધુના પિતા પીવી રમન્ના અને માં પી. વિજયા પણ વોલીબોલ ખેલાડી રહ્યાં, પરંતુ પુત્રી પીવી સિંધુએ બેડમિન્ટન પસંદ કર્યું હતું. પીવી સિંધુના પિતા પીવી રમન્નાનું વર્ષ 2000 અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. પીવી સિંધુએ મેંહદીપટ્ટનમ સ્થિત સેન્ટ એન્સ કોલેજ ફોર વુમેનમાંથી અભ્યાસ કર્યો છે.
બાળપણથી જ શટલર બનવાનો લીધો હતો નિર્ણય
જ્યારે વર્ષ 2001મા પુલેલા ગોપીચંદે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું, તે સમયે સિંધુએ મોટી થઈને શટલર બનવાનો નિશ્ચય કરી લીધો હતો. તેણે માત્ર 8 વર્ષની ઉંમરમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. તેણે મહબૂબ અલીની દેખરેખમાં બેડમિન્ટનની પાયાની તાલિમ સિંકદરાબાદના રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગલન એન્જિનિયરિંગ ગ્રાઉન્ડથી શરૂ કરી હતી. ત્યારબાદ સિંધુએ પુલેલા ગોપીચંદની હૈદરાબાદ સ્થિત ગોપીચંદ એકેડમીમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તર પર મચાવી ધૂમ, પુરસ્તાર પણ જીત્યા
પીવી સિંધુએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રથમ મેડલ 2009મા જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2013મા તેણે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વર્ષ 2014મા વિશ્વ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. તેણે 2016મા રિયો ઓલિમ્પિક અને વર્ષ 2017 વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પીવી સિંધુને વર્ષ 2012મા અર્જુન એવોર્ડ, 2015મા પદ્મશ્રી પુરસ્કાર અને 2016થી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે