LSG vs RR: રાજસ્થાન રોયલ્સની આઠમી જીત, લખનૌ સુપર જાયન્ટ્સને વિકેટે હરાવ્યું

IPL 2024: આઈપીએલ-2024માં રાજસ્થાન રોયલ્સની પ્લેઓફમાં જગ્યા લગભગ પાક્કી થઈ ગઈ છે. રાજસ્થાને આજે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી આઠમી જીત મેળવી છે. 

LSG vs RR: રાજસ્થાન રોયલ્સની આઠમી જીત, લખનૌ સુપર જાયન્ટ્સને વિકેટે હરાવ્યું

લખનૌઃ  સંજૂ સેમસન (71*) અને ધ્રુવ જુરેલ (52*) ની શાનદાર અણનમ અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે પરાજય આપી સીઝનમાં આઠમી જીત મેળવી છે. હવે રાજસ્થાન રોયલ્સના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તેણે પ્લેઓફ માટે લગભગ ક્વોલીફાઈ કરી લીધું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 196 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

સંજૂ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે સદીની ભાગીદારી
રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ રન કેપ્ટન સંજૂ સેમસને ફટકાર્યા હતા. સંજૂ સેમસને 33 બોલમાં 7 ચોગ્ગા અને 4 સિક્સ સાથે અણનમ 71 રન ફટકાર્યા હતા. જ્યારે ધ્રુવ જુરેલ 34 બોલમાં 5 ચોગ્ગા અને બે સિક્સ સાથે 52 રન બનાવી અણનમ રહ્યો હતો. સંજૂ સેમસન અને ધ્રુવ જુરેલે ચોથી વિકેટ માટે અણનમ 121 રનની ભાગીદારી કરી હતી. 

આ પહેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત  સારી રહી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે 60 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર 18 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે યશસ્વી 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે 24 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. રિયાન પરાગે 14 રનનું યોગદાન આપ્યું હતું. 

લખનૌ તરફથી કેએલ રાહુલના સૌથી વધુ રન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ રન ફટકાર્યા હતા. લખનૌએ 48 બોલમાં 8 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 76 રન બનાવ્યા હતા. આ સિવાય દીપક હુડ્ડાએ પણ 31 બોલમાં 7 ફોર સાથે 50 રનનું યોગદાન આપ્યું હતું. 

ડિ કોક 8 રન બનાવી આઉટ થયો હતો. માર્કસ સ્ટોયનિસ શૂન્ય રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો હતો. નિકોલસ પૂરને 11 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય આયુષ ભદોની 18 અને ક્રુણાલ પંડ્યા 15 રન બનાવી અણનમ રહ્યાં હતા. સંદીપ શર્માએ 4 ઓવરમાં 31 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન અને આર અશ્વિનને એક-એક વિકેટ મળી હતી. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news