46 સ્થાનની છલાંગ લગાવીને ATP રેન્કિંગમાં રામકુમાર 115માં સ્થાન પર
રામનાથન છેલ્લા સાત વર્ષોમાં એટીપી ટૂરના કોઈપણ ટૂર્નામેન્ટના સિંગલના ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
Trending Photos
નવી દિલ્હીઃ ન્યૂપોર્ટમાં હોલ ઓફ ફેમ ઓપન ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચનાર ભારતના રામકુમાર રામનાથન 46 ક્રમની છલંગ લગાવીને તાજી એટીપી રેન્કિંગમાં કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 115માં સ્થાન પર પહોંચી ગયો. રામનાથનને ફાઇનલમાં અમેરિકાના સ્ટીવ જોનસને હરાવ્યો, પરંતુ છેલ્લા સાત વર્ષમાં તે એટીપી ટૂરની કોઇપણ ટૂર્નામેન્ટના સિંગલ ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. આ પહેલા 2011માં સોમદેવ દેવવર્મન જોહનિસબર્ગમાં ફાઇનલમાં પહોંચ્યો હતો. જેમાં તેને કેવિન એન્ડરસને પરાજય આપ્યો હતો. અન્ય ભારતીય ખેલાડીઓમાં પજ્ઞેશ ગુણેશ્વરન બે ક્રમાંક નીચે જઈને 186માં સ્થાને છે, જ્યારે સુમતિ નાગલ એક ક્રમ આગળ વધીને 269માં સ્થાન પર છે.
જોનસને રામનાથનને 7-5, 3-6, 6-2થી હરાવ્યો
ટૂર્નામેન્ટની ત્રીજી વરિયતા જોનસને રામનાથનને 7-5, 3-6, 6-2થી હરાવ્યો અને પોતાના કેરિયરનું ચોથું એટીપી ટાઇટલ જીત્યું. અમેરિકી ખેલાડીના હાથે મળેલી હારની સાથે તે લિએન્ડર પેસ બાદ એટીપી વર્લ્ડ ટૂર ટૂર્નામેન્ટ જીતનાર ભારતીય ખેલાડી બનાવાની સિદ્ધિ ન મેળવી શક્યો. મેચ બાદ રામનાથને કહ્યું, સ્ટીવ શાનદાર રમ્યો.
પુરૂષ ડબલ્સ રેન્કિંગમાં રોહન બોપન્ના 27માં સ્થાન પર છે, જ્યારે દિવિજ શરણ બે અંત ખસીને 38માં સ્થાન પર છે. ન્યૂપોર્ટમાં વાપસી કરીને ક્વાર્ટર ફાઇનલમાં હારેલ પેસ પાંચ ક્રમાંક નીચે આવીને 80માં સ્થાન પર છે. ભારતના સાત ખેલાડીઓ ટોપ-100માં છે.
ડબલ્યૂટીએ સિંગલ રેન્કિંગમાં અંકિતા રૈના 13 અંક ઉપર ચડીને 201માં અને કરમન કૌર થાંડી નવ ક્રમાંક ઉપર આવીને 216માં સ્થાન પર છે. ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાત સ્થાન નીચે આવીને 37માં સ્થાને છે. પ્રાર્થના થોમ્બરે 24 ક્રમાંક ઉપર આવીને 134માં સ્થાન પર આવી ગઈ છે. અંકિંતા નવ ક્રમાંક આગળ વધીને 172માં અને કરમન 284માં સ્થાન પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે