આ વર્ષે IPLમાં RCBની ટ્રોફી પાક્કી? ટીમમાં એક એવો લકી ચાર્મ ખેલાડી છે, જે ટીમમાં જાય તે ટીમ બને છે ચેમ્પિયન!

Karn Sharma IPL 2022: અહીં વાત થઈ રહી છે અને લકી ચાર્મ મનાતા ભારતીય ક્રિકેટર કર્ણ શર્માની, જે આ વર્ષે આરસીબીનો ભાગ છે. કર્ણ શર્માને બેંગ્લોરની ટીમમાંથી એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નથી, પરંતુ તેમ છતાં પોતાની ટીમ માટે કર્ણ શર્મા લકી ચાર્મ સાબિત થયો છે.

આ વર્ષે IPLમાં RCBની ટ્રોફી પાક્કી? ટીમમાં એક એવો લકી ચાર્મ ખેલાડી છે, જે ટીમમાં જાય તે ટીમ બને છે ચેમ્પિયન!

નવી દિલ્હી: આઈપીએલમાં હવે ક્વોલિફાયર રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં ક્વોલિફાયર-2માં પહોંચેલી રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનું નસીબ છેલ્લે છેલ્લે ખુબ જ સાથ આપી રહ્યું છે. આ વર્ષે બેગ્લોરની પાસે પહેલો આઈપીએલ ટ્રોફી જીતવાનો શાનદાર મોકો દેખાઈ રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાનીમાં ટીમ એવોર્ડથી માત્ર બે કદમ જ દૂર છે. બેંગ્લોરને આ સીઝનમાં નસીબે ખૂબ સાથ આપ્યો છે. પરંતુ હાલ એક ચર્ચા ચાલી રહી છે કે ટીમમાં એક લકી ચાર્મ છે, જેણા કારણે બેંગ્લોર આ બધુ કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ સીઝનમાં આ લકી ચાર્મને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નથી. તેમ છતાં બેગ્લોરની ટીમ આજે આ સ્થિતિમાં પહોંચી શકી છે.

અહીં વાત થઈ રહી છે અને લકી ચાર્મ મનાતા ભારતીય ક્રિકેટર કર્ણ શર્માની, જે આ વર્ષે આરસીબીનો ભાગ છે. કર્ણ શર્માને બેંગ્લોરની ટીમમાંથી એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નથી, પરંતુ તેમ છતાં પોતાની ટીમ માટે કર્ણ શર્મા લકી ચાર્મ સાબિત થયો છે. તે એટલા માટે કારણ કે અત્યાર સુધી કર્ણ શર્મા 3 ટીમ માટે આઈપીએલ રમી ચૂક્યો છે અને દર વખતે તે જે ટીમનો હિસ્સો રહ્યો તે ટીમ ચેમ્પિયન બની છે. ભારતીય ક્રિકેટર કર્ણ શર્માને આ વર્ષે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 50 લાખ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો હતો. અગાઉ કર્ણ શર્મા મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે અને દરેક ટીમની સાથે તેણે આઈપીએલનો એવોર્ડ જીત્યો છે.

No description available.

વર્ષ 2016માં જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે એવોર્ડ જીત્યો, ત્યારે કર્ણ શર્મા તે જ ટીમનો ભાગ હતા. ત્યારબાદ 2017માં કર્ણ શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં ગયા અને ત્યાં પણ ટીમ ચેમ્પિયન બની ગઈ. 2018થી 2021 સુધી કર્ણ શર્મા ચેન્નાઈ સુપર કિંગની સાથે જોડાયેલા રહ્યા, તે દરમિયાન ચેન્નાઈએ 2018 અને 2021માં આઈપીએલનો એવોર્ડ જીત્યો. હવે જ્યારે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરમાં કર્ણ શર્મા આવ્યા છે, ત્યારે ટીમની કિસ્મત પલટાઈ ગઈ છે. રોયલ ચેલેંજર્સ બેંગ્લોર મેગા ઓક્શન બાદ આ વર્ષે નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની આગેવાનીમાં રમી રહી છે. વિરાટ કોહલીએ જ ગત સીઝનમાં જ કેપ્ટનશિપમાંથી હટવાની વાત જણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરની ટીમે આ વર્ષની શરૂઆતમાં સારામાં સારું પ્રદર્શન કર્યું, વચ્ચે થોડી ગડબડ થઈ ગઈ હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું, ત્યારે બેંગ્લોરની ટીમ રમ્યા વગર જ પ્લેઓફમાં પહોંચી ગઈ. અહીં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 14 રનથી માત આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news