Sachin Tendulkar: સચિનને આ મેચમાં હતા ડાયેરિયા, અંડરવેરમાં ટીસ્યૂ રાખી, 3 કલાક બેટિંગ કરી જીતી હતી મેચ

Sachin Tendulkar: સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન કેટલીક મેચમાં તો પોતાના સ્વાસ્થ્યની ચિંતા પણ કરી નથી અને ભારતને મેચ જીતાડી છે. આવી જ 2 મેચ હતી વર્લ્ડ કપ 2003 દરમ્યાનની. વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં સચિને સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

Sachin Tendulkar: સચિનને આ મેચમાં હતા ડાયેરિયા, અંડરવેરમાં ટીસ્યૂ રાખી, 3 કલાક બેટિંગ કરી જીતી હતી મેચ

Sachin Tendulkar: સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવાય છે. સચિન તેંડુલકર તેના કરિયરમાં વન-ડે મેચમાં 18426 અને ટેસ્ટ મેચમાં 15,921 રન બનાવ્યા. બધા જ ફોર્મેટની મળીને સચિને 100 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન કેટલીક મેચમાં તો પોતાના સ્વાસ્થ્યની ચિંતા પણ કરી નથી અને ભારતને મેચ જીતાડી છે. આવી જ 2 મેચ હતી વર્લ્ડ કપ 2003 દરમ્યાનની. 

સચિન તેંડુલકરે જીવ મુક્યો જોખમમાં 

વર્લ્ડ કપ 2003માં પાકિસ્તાન વિરુદ્ધ સચિન તેંડુલકરે 98 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન તેને સાથળમાં ઈજા થઈ હતી તેમ છતાં સચિન તેંડુલકર એ મજબૂતીથી પીચ પર ધુંઆધાર બેટિંગ કરી. સચિને પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, તેણે લખ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્ધ એકમાત્ર મેચ છે જેમાં તેને રનર લેવો પડ્યો હતો. આ મેચ દરમિયાન તે બરાબર ઊભો પણ રહી શકતો ન હતો. તેને લાગતું હતું કે તેના પગ પર 500 કિલોનું વજન બાંધી દીધું છે. જેના કારણે તેને રનર રાખવો પડ્યો હતો. જોકે આવી સ્થિતિમાં પણ મેચ રમવાના કારણે સચિનના શરીરને ભારે નુકસાન થયું હતું. આ મેચમાં સચિને 98 રન બનાવ્યા હતા.

અંડરવેરમાં રાખ્યા ટીસ્યૂ

પાકિસ્તાન પછી શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ખેલાડીને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પરેશાનીઓ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જ્યારે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ભારતનો મેચ હતો ત્યારે સચિનને ડાયરિયા થઈ ગયા હતા. તેના માટે તેને અન્ડરવેરમાં ટીસ્યૂ પેપર પણ રાખવા પડ્યા હતા. શ્રીલંકા વિરુદ્ધ 97 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને 123 રનથી જીતાડી હતી. 

શ્રીલંકા વિરુદ્ધની મેચ માટે સચિન તેંડુલકરે કહ્યું હતું કે, શ્રીલંકા સામેની મેચ પહેલા તેણે જરૂર કરતાં વધારે મીઠાનું પાણી પી લીધું જેના કારણે તેને આડ અસર થઈ ગઈ અને પેટની સમસ્યા થઈ ગઈ હતી. મીઠાવાળું પાણી એનર્જી માટે પીવાનું હતું પરંતુ પાણીની માત્ર વધી જતા તેને ડાયરિયા થઈ ગયા હતા. સચિન તેંડુલકર ખુલાસો કર્યો હતો કે 2003ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચ દરમિયાન તેને અન્ડરવેર પહેરવા પડ્યા હતા. તેને પેટમાં અસહ્ય દુખાવો પણ હતો તેમ છતાં આ મેચમાં તેણે ત્રણ કલાક સુધી બેટિંગ કરી હતી અને 97 રન બનાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news