Team India Coach: BCCI એ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડ કપ સુધી કોચ તરીકે રહેશે. તેમના પછી ટીમ ઈન્ડિયાને નવો કોચ મળશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે દ્રવિડ ઇચ્છે તો ફરી અરજી કરી શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે. દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી. બીજી તરફ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ વીવીએસ લક્ષ્મણ પણ કોચ બનવા માંગતા નથી. આવી સ્થિતિમાં, પાંચ દાવેદાર સામે આવ્યા છે જે કોચ બની શકે છે. સોશિયલ મીડિયામાં તો ધોનીને પણ લોકોએ ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવી દીધા છે. જોવાનું એ રહે છેકે, આખરે બીસીસીઆઈ કોના નામ પર મહોર મારે છે અને કોણ બને છે ટીમ ઈન્ડિયાના Big Boss.