ભારતને મળ્યો ધાંસુ ઓપનર! રોહિત અને રાહુલ કરતાં વધુ ખતરનાક, T20માં 173નો સ્ટ્રાઈક રેટ
Yashasvi Jaiswals Records: ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આના કારણે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં પણ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ હવે શ્રેણી જીતવા પર છે.
Trending Photos
Yashasvi Jaiswals Records: ટીમ ઈન્ડિયાએ યુવા ખેલાડીઓના દમ પર ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમે શરૂઆતની બંને મેચ જીતી છે. આ રીતે ટીમે 5 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે સિરીઝ જીતવા પર ફોકસ છે. રવિવારે રમાયેલી બીજી T20ની વાત કરીએ તો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવ લઈને 235 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમ 191 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે આ મેચ 44 રને જીતી લીધી હતી. શ્રેણીની ત્રીજી મેચ 28 નવેમ્બર મંગળવારના રોજ ગુવાહાટીમાં રમાવાની છે.
21 વર્ષીય યશસ્વી જયસ્વાલ 6 ઓવરના પાવરપ્લેમાં અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ 6 ઓવરમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રોહિત શર્માથી લઈને કેએલ રાહુલ સુધી બધાને પાછળ છોડી દીધા છે. યશસ્વીએ ઇનિંગમાં 25 બોલનો સામનો કર્યો હતો. 212ના સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા હતા. 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં તેણે માત્ર બાઉન્ડ્રીથી 48 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલમાં યશસ્વીનો સ્ટ્રાઈક રેટ 173 છે, તેના પરથી તેની વિસ્ફોટક બેટિંગનો અંદાજ લગાવી શકાય છે.
રાહુલ અને રોહિતે 50-50 રન બનાવ્યા હતા-
યશસ્વી પહેલાં, રોહિત શર્મા અને કેએલ રાહુલે T20 ઇન્ટરનેશનલમાં ભારત માટે પ્રથમ 6 ઓવરના પાવરપ્લેમાં સૌથી વધુ 50-50 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 5 નવેમ્બર 2021ના રોજ સ્કોટલેન્ડ સામે 19 બોલમાં 50 રન બનાવ્યા હતા. 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સ્ટ્રાઈક રેટ 263 હતો. જ્યારે રોહિત શર્માએ 29 જાન્યુઆરી 2020ના રોજ ન્યૂઝીલેન્ડ સામે 23 બોલમાં 50 રન બનાવ્યા હતા. જેમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જેનો સ્ટ્રાઈક રેટ 217 હતો.
પ્રથમ મેચમાં 8 બોલમાં 21 રન બનાવ્યા હતા-
યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20માં પણ સારી શરૂઆત કરી હતી. પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. યશસ્વી 8 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટ્રાઈક રેટ 263 હતો. યશસ્વીએ અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલની 9 ઇનિંગ્સમાં 38ની એવરેજથી 306 રન બનાવ્યા છે. એક સદી અને 2 અડધી સદી ફટકારી છે. 100 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. તે 9 માંથી 5 ઇનિંગ્સમાં 20 રનના આંકને સ્પર્શવામાં સફળ રહ્યો છે. યશસ્વી જયસ્વાલે કુલ T20માં 2 સદી અને 13 અડધી સદીની મદદથી 2100થી વધુ રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે