WT20: ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3000 રન પૂરા કરનારી પ્રથમ ક્રિકેટર બની સૂજી બેટ્સ
ન્યૂઝીલેન્ડની દિગ્ગજ બેટ્સમેને ટી-20 ઈન્ટરનેશનલમાં 300 રન પૂરા કરી લીધા છે. આવું કરનારી તે વિશ્વની પ્રથમ ક્રિકેટર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી સૂજી બેટ્સે પોતાના નામે એક મોટી ઉપલબ્ધિ હાસિલ કરી છે. તે ટી20 ઈન્ટરનેશનલમાં 3 હજાર રન પૂરા કરનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે.
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઇ રહેલા મહિલા વર્લ્ડ ટી-20માં શુક્રવારે આયર્લેન્ડ વિરુદ્ધ તેણે આ સિદ્ધિ મેળવી હતી. સૂજીએ પોતાના 108માં ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 3000 રન પૂરા કર્યા હતા. તેના નામે હવે 105 ઈનિંગમાં 30.68ની એવરેજથી 3007 રન નોંધાયેલા છે. તેણે 1 સદી અને 20 અડધી સદી ફટકારી છે.
31 વર્ષીય સૂજીએ શુક્રવારની મેચમાં 11 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ આ મેચ 8 વિકેટે જીત્યું હતું. આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 79 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવીને 7.3 ઓવરમાં 81 રન બનાવી મેચ જીતી લીધી હતી. પરંતુ તેની ટીમ સેમીમાં જગ્યા બનાવવામાં અસફળ રહી છે. ગ્રુપ-બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ભારત અંતિમ ચારમાં પહોંચી ચુક્યા છે.
New Zealand's @SuzieWBates today became the first player to reach the milestone of 3,000 T20I runs! Congratulations! 👏👏👏
— ICC (@ICC) November 18, 2018
મહિલા ક્રિકેટમાં ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા સ્થાન પર વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફિની ટેલર છે, જેના નામે 2732 રન છે. તો ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડની ચાર્લેસ એડવર્ડ્સ છે જેણે 95 મેચોમાં 2605 રન બનાવ્યા છે. ભારતની મિતાલી રાજે 85 મેચોની 80 ઈનિંગમાં 2283 રન બનાવી ચોથા સ્થાને છે.
પુરૂષના રેકોર્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ 75 મેચોમાં 2271 રન બનાવીને સૌથી આગળ છે. તો આ પ્રમાણે જોઈએ તો ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ટોપ ચાર સ્થાન પર મહિલા ખેલાડી છે.
ગુપ્ટિલ બાદ બીજા સ્થાન પર ભારતનો રોહિત શર્મા છે જેણે 87 મેચોમાં 2207 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે