T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ
T20 World Cup 2024: આગામી ટી20 વિશ્વકપ માટે એક રિપોર્ટમાં 20 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. વિરાટ કોહલીની ટીમમાં જગ્યા પાક્કી માનવામાં આવી રહી છે.
Trending Photos
T20 World Cup 2024: આઈપીએલ-2024ની સીઝન ચાલી રહી છે પરંતુ ટી20 વિશ્વકપ પણ નજીક આવી રહ્યો છે. તેવામાં આઈપીએલમાં ઘણા ખેલાડીઓના શાનદાર ફોર્મે પસંદગીકારો સામે મુશ્કેલી ઉભી કરી દીધી છે. હવે PTIનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં આગામી વિશ્વકપ માટે 20 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાંથી 15 ખેલાડીઓની પસંદગી થઈ શકે છે અને પાંચ પ્લેયર્સને રિઝર્વમાં રાખી શકાય છે. આ યાદીમાં શાનદાર લયમાં ચાલી રહેલા રિયાન પરાગનું નામ સામેલ નથી. આ 20 ખેલાડીઓમાં અત્યાર સુધી આઈપીએલમાં ફ્લોપ રહેનારા કેટલાક ખેલાડીઓના નામ પણ સામેલ છે.
આ 20 ખેલાડીઓની થઈ શકે છે પસંદગી
PTI દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં ટોપ ઓર્ડર બેટરની વાત કરીએ તો રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીને જગ્યા મળી શકે છે. તેવા પણ અહેવાલો છે કે રોહિત અને વિરાટ કોહલી ઓપનિંગ કરી શકે છે. જ્યારે મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, રિંકૂ સિંહ, રિષભ પંત, કેએલ રાહુલ અને સંજૂ સેમસનનું નામ સામે આવ્યું છે.
ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી પસંદગી કરવામાં આવી શકે છે. સ્પિન બોલિંગમાં કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં 3 વિકલ્પ સામેલ છે. તો ફાસ્ટ બોલિંગમાં બુમરાહની જગ્યા પાક્કી છે. આ સિવાય મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની કમાન સંભાળી શકે છે.
આ લિસ્ટમાં દિનેશ કાર્તિકનું નામ નથી, જે આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે પોતાના ગતિથી બધાને પ્રભાવિત કરનાર મયંક યાદવને તક મળી શકે છે, પરંતુ તેણે પર્દાપણ કરવા માટે રાહ જોવી પડી શકે છે. બીજીતરફ સીનિયર ખેલાડી આર અશ્વિન બહાર રહી શકે છે.
20 ખેલાડીઓની યાદીઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કેએલ રાહુલ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ , મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, અવેશ ખાન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે