Tennis Star Simona Halep એ શરૂ કરી નવી લાઈફ, 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

પૂર્વ વર્લ્ડ નંબર વન સિમોના હાલેપે (Simona Halep) 41 વર્ષીય બિઝનેસમેન ટોની લ્યૂરક (Toni Luruc) સાથે રોમાનિયામાં લગ્ન કર્યા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. પૂર્વ વર્લ્ડ નંબર અને દિગ્ગજ સિમોના હાલેપ લગ્ન બંધનમાં જોડાઈ ગયા છે. 29 વર્ષીની રોમાનિયાની આ સ્ટાર ખેલાડીએ પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ ટોની લ્યૂરક સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા તેમને સોશિયલ મીડિયા પર શેર કરીને આ વિશેની જાણકારી આપી. 

Updated By: Sep 20, 2021, 04:49 PM IST
Tennis Star Simona Halep એ શરૂ કરી નવી લાઈફ, 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

નવી દિલ્હીઃ પૂર્વ વર્લ્ડ નંબર વન સિમોના હાલેપે (Simona Halep) 41 વર્ષીય બિઝનેસમેન ટોની લ્યૂરક (Toni Luruc) સાથે રોમાનિયામાં લગ્ન કર્યા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. પૂર્વ વર્લ્ડ નંબર અને દિગ્ગજ સિમોના હાલેપ લગ્ન બંધનમાં જોડાઈ ગયા છે. 29 વર્ષીની રોમાનિયાની આ સ્ટાર ખેલાડીએ પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ ટોની લ્યૂરક સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા તેમને સોશિયલ મીડિયા પર શેર કરીને આ વિશેની જાણકારી આપી. 

No description available.

ગત સપ્તાહે હાલેપે ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ લગ્ન કરવાની છે. યૂએસ ઓપનથી પરત ફરતાં સમયે ઓટોપેની એરપોર્ટ પર ફેન્સને પોતાના લગ્ન વિશેની જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે, આ એક સુંદર ઈવેન્ટ છે. હું ઘણી ભાવુક છું. આ ગ્રેંડ સ્લેમ જીતવા સિવાય અલગ ભાવના છે, ટેનિસ ટેનિસ જ રહેશે. આ ખુબ મોટું પગલું છે અને હું ખુશ છું કે મારી લાઈફમાં આ દિવસ આવી રહ્યો છે. 

સિમોના હાલેપના પતિ ટોની એક બિઝનેસમેન છે, તેમને પોતાના લગ્નમાં મિત્રો અને સગાસબંધીઓને આમંત્રણ આપ્યું હતું. ગેસ્ટ લિસ્ટમાં ઈલી નાસ્ટેસ અને ઈઓન ટિરિએક જેવા મોટા ખેલાડીઓ તેમના લગ્નમાં હાજર રહ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ ક્લોસ ઈઓહાન્નિસ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

સિમોના હાલેપે ટોક્ટો ઓલિમ્પિકમાં ભાગ લીધો નહતો. તેમને ઈજા પહોંચી હોવાથી તેમને આ નિર્ણય લીધો હતો. ઈજા બાદ તેમને યૂએસ ઓપનમાં ભાગ લીધો હતો. ત્યાં પણ તેઓ ત્રીજા રાઉન્ડ સુધી જ પહોંચી શક્યા હતા. તેમને યૂક્રેનની એલિના સ્વિતોલિનાને 6-3, 6-3થી માત આપી હતી.

સિમોના હાલેપ રોમાનિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓમાંથી એક છે. તેમને એત્યાર સુધીમાં બે ગ્રેંડ સ્લેમ જીત્યા છે. તેમને પહેલો ગ્રેંડ સ્લેમ 2018માં ફ્રેંચના રૂપમાં અને બીજો 2019માં વિંબલડન ચેમ્પિયયનશીપમાં જીત્યો હતો. તેમને વર્ષ 2017 અને 2019માં ડબ્લ્યૂટીએ સિંગલ્સમાં નંબર-1 રેકિંગ પર હતા.

Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...

Bhabiji Ghar Par Hain વાળા અંગુરી ભાભીએ લગાવી આગ, બોલ્ડ ફોટા જોઈ તમે પણ થઈ જશો બેકાબૂ!

પોલીસવાળાએ આ અભિનેત્રીને કહ્યું તારો બિકીનીવાળો ફોટો બતાવ, તને અંદરથી જોવાની ઈચ્છા થઈ છે!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube