મફતમાં જમવા જેવા મુદ્દે NARODA PSI ના નામે બિભત્સ મેસેજ વાયરલ થયો, પછી થયા ચોંકાવનારા ઘટસ્ફોટ

મફત જમવાનું નહિ મળતા એક કુખ્યાત ગુનેગારે હોટલના માલિકને ફસાવવા તરક્ત રચ્યું. મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવીને કરી ફરિયાદ પરંતુ પોલીસની તપાસમાં ગુનેગારનો જ ભાંડો ફૂટ્યો અને ફરિયાદી જ બન્યો આરોપી. હાલ તો નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ શખ્સ છે. કુખ્યાત આરોપી રાહુલ ચન્દ્રાકર. જેના વિરુદ્ધ નરોડા પોલીસે ખોટા મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંદ્યો છે.

મફતમાં જમવા જેવા મુદ્દે NARODA PSI ના નામે બિભત્સ મેસેજ વાયરલ થયો, પછી થયા ચોંકાવનારા ઘટસ્ફોટ

મૌલિક ધામેચા /અમદાવાદ : મફત જમવાનું નહિ મળતા એક કુખ્યાત ગુનેગારે હોટલના માલિકને ફસાવવા તરક્ત રચ્યું. મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવીને કરી ફરિયાદ પરંતુ પોલીસની તપાસમાં ગુનેગારનો જ ભાંડો ફૂટ્યો અને ફરિયાદી જ બન્યો આરોપી. હાલ તો નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ શખ્સ છે. કુખ્યાત આરોપી રાહુલ ચન્દ્રાકર. જેના વિરુદ્ધ નરોડા પોલીસે ખોટા મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંદ્યો છે.

આરોપી રાહુલ ચન્દ્રાકરએ નૂરમહમદ નામના શખ્સને ફસાવવા કાવતરું રચ્યું. પોતાના મોબાઈલથી મેસેજ લખીને બીજા નબર પર સેન્ડ કર્યો. અને તેમાં સ્કિન શોર્ટ લઈને પીડીએફ ફાઇલ બનાવીને ઓનલાઈન એડિટિંગ કર્યું. આ મેસેજમાં મહિલા PSI એસ એમ ઠાકોર વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ધમકી આપી હતી. આ મેસેજ નૂરમહમદ મોકલીને ધમકી આપી હોવાની ફરિયાદ રાહુલએ PSI ને કરી. પરંતુ પોલીસે મોબાઈલની ટેક્નિકલ તપાસ કરતા રાહુલનો જ ભાંડો ફૂટ્યો. રાહુલ ચન્દ્રાકર કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ મારામારીને અનેક ગુના નોંધાયા છે એટલું જ નહીં અગાઉ આરોપી પાસામાં પણ ઝડપાઇ ચુક્યો છે.

આરોપી નૂરમહંમદની લાજવાબ ફ્રાય હોટલમાં જમવા જતો હતો. પૈસા આપતો નહતો. જેથી આરોપીને મફત જમવાનું નહિ આપતા આરોપીએ હોટલના માલિકને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ 2 વર્ષ પહેલાં પણ મફત જમવા માટે રાહુલ આ હોટલમાં તોડફોડ કરી હતી. જેની ફરિયાદ નૂરમહમદ કરી હતી. જેથી બદલો લેવા રાહુલે આ કાવતરું રચ્યું. પરતું પોતે જ ફસાઈ ગયો. કહેવાય છે કે કોઈ બીજાના માટે ખાડો ખોદે તે જ અંદર પડે. એવો જ ઘાટ આરોપી રાહુલ ચન્દ્રાકરનો થયો અને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો.હાલમાં નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news