Tokyo Olympics: કવાર્ટર ફાઈનલમાં પહોંચી ભારતની બોક્સર લવલીના બોર્ગોહેન, મેડલથી બસ એક ડગલું દૂર

ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. ભારત માટે દિવસની શરૂઆત નિશાનબાજીથી થઈ. જો કે ભારતને શૂટિંગ, ટેબલ ટેનિસમાં ઝટકો મળ્યો છે.

Tokyo Olympics: કવાર્ટર ફાઈનલમાં પહોંચી ભારતની બોક્સર લવલીના બોર્ગોહેન, મેડલથી બસ એક ડગલું દૂર

નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. ભારત માટે દિવસની શરૂઆત નિશાનબાજીથી થઈ. જો કે ભારતને શૂટિંગ, ટેબલ ટેનિસમાં ઝટકો મળ્યો છે. જ્યારે હોકીમાં ભારતીય ટીમે સ્પેનની ટીમને હરાવી દીધી.  બોક્સિંગમાં લવલીનાએ જર્મનીની બોક્સરને હરાવી. 

લવલીના ક્વાર્ટર ફાઈનલમાં
ભારતીય  બોક્સર લવલીના બોર્ગોહેનએ 64-69 કિગ્રા વજનની સ્પર્ધામાં જર્મનીની મહિલા બોક્સર નાદીને અપ્તેઝને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.લવલિના હવે મેડલથી એક ડગલું દૂર છે. 

— ANI (@ANI) July 27, 2021

સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જીતી
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પુરુષ ડબલ્સમાં ગ્રેટ બ્રિટનની જોડી લાને અને વેન્ડીને 21-17, 21-19થી હરાવી દીધી. જો કે આ જોડી જીતીને પણ ક્વાર્ટર ફાઈનલમાં ન પહોંચી શકી.કારણ કે ચીની તાઈપેએ ઈન્ડોનેશિયાને હરાવીને આગામી રાઉન્ડમાં પોતાની જગ્યા સુનિશ્ચિતકરી દીધી છે. પોઈન્ટના અંતરથી ભારતીય ટીમ આગામી રાઉન્ડમાં પહોંચવામાં અસફળ રહી. 

— ANI Digital (@ani_digital) July 27, 2021

શૂટર્સ ફરી ફ્લોપ
ભારતીય શૂટર્સ ફરી ફ્લોપ સાબિત થયા છે. 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ઈલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પવારની જોડી, અંજૂમ મોદગિલ અને દીપકકુમારની જોડી હારી ગઈ છે. દિવ્યાંશ-ઈલાવેનિલની જોડી 626.5નો સ્કોર કરીને 12માં સ્થાને રહી જ્યારે અંજૂમ-દીપકની જોડીએ 623.8નો સ્કોર કરીને 18મું સ્થાન મેળવ્યું. ટોચની 8 જોડીઓ સ્ટેજ 2માં જીતી છે. 

— ANI (@ANI) July 27, 2021

શરત કમલની હાર
ટેબલ ટેનિસમાં ભારતની આશાને ઝટકો મળ્યો છે. દિગ્ગજ ખેલાડી શરત કમલ પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં તેઓ ચીનના મા લોંગ સામે હાર્યા છે. મા લોંગે શરત કમલને 4-1થી હરાવ્યા. આ મેચ 46 મિનિટ સુધી ચાલી, કમલ ફક્ત બીજી ગેમ જીતવામાં સફળ રહ્યા. તેઓ 11-8થી આ ગેમ જીત્યા હ તા. લોંગે પહેલી, ત્રીજી, ચોથી અને પાંચમી ગેમ જીતી. ચીનના ખેલાડીએ 11-7, 13-11, 11-4 અને 11-4થી પોતાની ગેમ જીતી હતી. 

— ANI (@ANI) July 27, 2021

ભારતની બીજી જીત
હોકીમાં ટીમ ઈન્ડિયાએ આજે શાનદાર રમતનું પ્રદર્શન કરીને સ્પેનને 3-0થી હરાવ્યું છે. ઓલિમ્પિકમાં આ ભારતની બીજી જીત છે. 

— ANI (@ANI) July 27, 2021

ભારત 3-0થી આગળ
થર્ડ ક્વાર્ટરમાં ભારત સ્પેન કરતા 3-0થી આગળ છે. ભારતે મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. 

હોકીની મેચ શરૂ
ભારત અને સ્પેન વચ્ચે હોકીની મેચ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી બે ગોલ કરવામાં આવ્યા છે. હાલ ભારત 2-0થી આગળ છે. 

બીજા રાઉન્ડમાં પાછળ છે સૌરભ-મનુની જોડી
ક્વોલિફિકેશનના પહેલા રાઉન્ડમાં ટોપ પર રહેનારી મનુ અને સૌરભની જોડી બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. મનુ અને સૌરભની જોડી આ રાઉન્ડમાં સાતમા નંબરે રહી. જ્યારે મેડલ રાઉન્ડમાં ફક્ત 4 ટીમો ક્વોલિફાય કરી શકે છે. 

સૌરભ મનુની જોડી આગામી રાઉન્ડમાં
સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડી 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડના બીજા સ્ટેજમાં પહોંચી છે. સૌરભે 296 અને મનુએ 286 સ્કોર મેળવ્યો. જો કે અભિષેક અને યશસ્વિનીની જોડી બહાર થઈ જતા ભારતની આશાને ધક્કો લાગ્યો છે. 

— ANI (@ANI) July 27, 2021

આ છે ભારતીય ટીમનો આગામી કાર્યક્રમ

શૂટિંગ
10 મીટર અર પિસ્તોલ મિશ્રિત ટીમ ક્વોલીફિકેશન રાઉન્ડ એક, ભારતીય સમયાનુસાર સવારે 5.30 કલાકે (સૌરભ ચૌધરી અને મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્મા)

10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ ક્વોલીફિકેશન રાઉન્ડ એક, ભારતીય સમયાનુસાર સવારે 9.45 કલાક (ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવાર, અંજુમ મુદ્ગિલ અને દીપક કુમાર)

ટેબલ ટેનિસ
અચંતા શરત કમલ વિરુદ્ધ મા લોંગ (ચીન), પુરૂષ સિંગલ ત્રીજો રાઉન્ડ, ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકથી. 

બોક્સિંગ
લવલીના બોરગોહેન વિરુદ્ધ અપેટ્જ નેદિન, મહિલા વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 16, ભારતીય સમયાનુસાર, સવારે 10.57 કલાકથી. 

બેડમિન્ટન
સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિરુદ્ધ બેન લેન અને સીન વેંડી (બ્રિટન), પુરૂષ ડબલ્સ ગ્રુપ એ મેચ, ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકે. 

હોકી
ભારત વિરુદ્ધ સ્પેન, પુરૂષ ગ્રુપ-એ મેચ, ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે. 

સેલિંગ
નેત્રા કુમાનન, મહિલા લેજર રેડિયલ, ભારતીય સમયાનુસાર સવારે 8.35 કલાકથી, વિષ્ણુ સરવનન, પુરૂષ લેજર, ભારતીય સમયાનુસાર સવારે 9.45 કલાકે. કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષ સ્કિફ 49ઈઆર, ભારતીય સમયાનુસાર સવારે 11.20 કલાકથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news