Tokyo Olympics ની Iconic Rings પાછળ છુપાયેલું છે ખાસ રહસ્ય, જાણો કેવી રીતે બનાવાઈ Rings
Tokyo Olympics માં 1964 નો ભવ્ય વારસો જળવાઈ રહ્યો, જાણો કેવી રીતે પાંચ વસ્તી ખંડોના દિગ્ગજ ખેલાડીઓના સંયોજનનું પ્રતીક છે Tokyo Olympics 2020 ના રીંગ્સ
Trending Photos
વિની લામ્બા, અમદાવાદઃ Olympic Rings પાંચ ખંડો- આફ્રિકા, અમેરિકા, એશિયા, યુરોપ અને ઓશનિયાના સંયોજનનું પ્રતીક છે. જે ઓલમ્પિકમાં ખેલાડીઓની ભાગીદારી અને ઓલિમ્પિક ચળવળની પ્રવૃત્તિને વ્યક્ત કરે છે. પરંતું 2020 Tokyo olympics ના રિંગસને આ પાંચ ખંડોના ખેલાડીઓની યાદીને યાદ રાખીને બનાવવામાં આવી છે. જાણો શું છે Tokyo Olympics 2020 ના ઈકોનિક રિંગ્સની ખાસિયત.
Tokyo Olympics 2020 ના રીંગ્સની ખાસિયત:
Olympics 2020 ની ભવ્ય શરૂઆત થઈ ચુકી છે. ગયા વર્ષે કોરોનાકાળના લીધે Olympic Games રદ્દ કરાઈ હતી જે 2021 માં ટોક્યો માં રમાઈ રહી છે. Olympics 2020 ની ઓપનીંગ સેરેમની ખૂબ ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ સાથે જાપાનના ટોક્યોમાં જાપાનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. ટોકિયો ઓલમ્પિક 2020 નું ઓલમ્પિક ચિન્હ ખુબ જ ચર્ચામાં છે. ખાસ વાત એ છેકે, 1964 માં ટોકિયો ઓલમ્પિકના આયોજન દરમિયાન દિગ્ગજ એથલિટ દ્વારા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. તે જ વૃક્ષોનો ઉપયોગ કરીને 2021 ટોકિયો ઓલમ્પિકનો સિમ્બોલ તૈયાર કરાયો છે.
Olympics Rings બનાવામાં વપરાયેલા વૃક્ષોની ખાસિયત:
Tokyo માં 2020 થી પહેલા 1964 માં Olympics ની રમત રમાયેલી છે. સ્પર્ધાને યાદગાર બનાવવા માટે Tokyo Olympics 2020 માં 1964 ના ભવ્ય વારસાને જાળવી રાખવામાં આવ્યો છે. 1964 ના એથેલીટ્સ દ્વારા વાવેલા ઝાડમાંથી તૈયાર કરાઈ છે ટોક્યો ઓલિમ્પિક 2020 ની ઈકોનિક રિંગ્સ. એથલિટસ દ્વારા 1964 માં વાવેલા 160 પાઇન અને સ્પ્રુસ વૃક્ષોના બીયારણ ઉત્તરીય યુરોપ, કેનેડા અને આયર્લેન્ડથી મંગાવવામાં આવ્યા હતા.
Tokyo Olympic Rings 2020 ને બનાવાની ટેક્નીક:
Japan ની પરંપરાગત સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને Tokyo Olympic ચિન્હ તૈયાર કરવામાં આવ્યું છે. પરંપરાગત જાપાની વુડવર્કિંગ શૈલી યોસેગી- ઝૈકુ (Yosegi-Zaiku) ની ઉજવણી કરવા માટે તેને લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. યોસેગી-ઝૈકુ ( Yosegi-Zaiku)એટલે કે લાકડાનું કામ કરવાની એક શૈલી જે જાપાન (Japan)ના એડો સમયગાળા (EDO Period)ની છે, જે સમય 1603 અને 1867 ની વચ્ચે હતો. આ એક એવી શૈલી છે જેમાં મોઝેઇક ડિઝાઇન (Mosaic Design) બનાવવા માટે લાકડાના વિવિધ ભાગનો રંગ અને ટેક્સચર સાથે ઉપયોગ કરાય છે. દોરડાં અને ધાતુના સપોર્ટથી આઇકોનિક પાંચ ઇન્ટરલોકિંગ રિંગ્સ બનાવવામાં આવી છે. જે ઉદઘાટન સમારોહ (Olympic Opening Ceremony) દરમિયાન પ્રદર્શિત કરાઈ હતી.
Olympics ના official Account એ પણ Tweet કરી ને જણાવ્યું છેકે ઓલમ્પિક રિંગ્સ London olympics 2012 ના ઉદ્યોગિક યુગ (Industrial Era) ની રચનાઓથી વિપરીત છે. આ વખતની ઓલિમ્પિકના રિંગ્સ એક સુંદર રચના છે જે જાપાનની હસ્તકલા, સંસ્કૃતિની પરંપરા અને વારસોના મહત્વને દર્શાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે