પિતા બન્યો Umesh Yadav, પત્ની તાન્યાએ પુત્રીને આપ્યો જન્મ; શેર કરી Cute તસવીર

ભારતીય ટીમના સ્ટાર બોલર ઉમેશ યાદવ (Umesh Yadav)ને નવા વર્ષના પહેલા દિવસે જબરદસ્ત ખુશખબર મળી છે. ઉમેશ યાદવ પિતા બની ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સને એક તસવીર દ્વારા આ જાણકારી શરે કરી છે

પિતા બન્યો Umesh Yadav, પત્ની તાન્યાએ પુત્રીને આપ્યો જન્મ; શેર કરી Cute તસવીર

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બોલર ઉમેશ યાદવ (Umesh Yadav)ને નવા વર્ષના પહેલા દિવસે જબરદસ્ત ખુશખબર મળી છે. ઉમેશ યાદવ પિતા બની ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સને એક તસવીર દ્વારા આ જાણકારી શરે કરી છે. ઉમેશની પત્ની તાન્યાએ પુત્રીને જન્મ આપ્યો છે.

બીસીસીઆઇએ ટ્વીટ કરી ઉમેશની આ માટે અભિનંદન આપ્યા છે.

ઉમેશ (Umesh Yadav) ઓસ્ટ્રેલિયામાં રમાતી બોર્ડર-ગાવસ્કર સિરીઝનો ભાગ હતો, પરંતુ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઉમેશ યાદવના પગની માંસપેશિયો ખેંચાય છે. તે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ દરમિયાન માત્ર 3.3 ઓવર બોલિંગ કરી શક્યો હતો, ત્યારબાદ તેને મેદાનથી બહાર જવું પડ્યું હતું.

We also wish him a speedy recovery and hope to see him soon on the field 😊😊 pic.twitter.com/utpMVM6wUI

— BCCI (@BCCI) January 1, 2021

મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થતા ઉમેદશ (Umesh Yadav) બાકીની બે ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો અને સ્વદેશ પરત ફર્યો. ઉમેશના શ્રેણીની બાકી બે મેચમાંથી બહાર થવાના કારણે અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિએ યાદવની જગ્યાએ ટીમમાં ટી.નટરાજનને સામેલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news