INDvAUS: કાંબલીની ભવિષ્યવાણી, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતશે ભારત
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર ફોર્મથી પ્રભાવિત કાંબલીએ તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે, તે જ્યારે મેદાન પર હોય છે ત્યારે પોતાનું 100 ટકા યોગદાન આપે છે.
Trending Photos
મુંબઈઃ પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ધુરંધર ડેવિડ વોર્નર જેવા દિગ્ગજો ઉપલબ્ધ ન રહેવાને કારણે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી શ્રેણીમાં જીતના પ્રબળ દાવેદાર સાથે શરૂઆત કરશે. વિરાટ કોહલીના શાનદાર ફોર્મથી પ્રભાવિત કાંબલીએ ભારતીય કેપ્ટનની પ્રશંસા કરી અને કહ્યું કે, તે રનનો ભૂખ્યો છે તથા મેદાન પર પોતાનું 100 ટકા યોગદાન આપે છે.
કાંબલીએ કહ્યું, અમારી ટીમની ઘણી સંભાવના છે. અમે આ શ્રેણી (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ) જીતીશું. તેની ટીમના મુખ્ય બે બેટ્સમેન (સ્મિથ અને વોર્નર) નહીં રમે અને તેનો આપણે ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ. સ્મિથ અને વોર્નર પર સાઉથ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ મામલાને કારણે એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ આ મહિને ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસે પર જશે જ્યાં તે 3 ટી20, 4 ટેસ્ટ અને 3 એકદિવસીય મેચ રમશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ એડિલેડમાં 6 ડિસેમ્બરથી રમાશે. કાંબલીએ યુવા ઓપનર પૃથ્વી શોની પણ પ્રશંસા કરી જેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શાનદાર શરૂઆત કરી હતી. કાંબલીએ કહ્યું, તે સ્ટ્રોક પ્લેયર છે અને સતત રન બનાવવાનું પસંદ કરે છે. તેને શોટ રમવાનું પસંદ છે. તેનો માત્ર એજ સલાહ છે કે, તેની નેચરલ ગેમ રમે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે