Kanpur Test: કોહલીનો જબરો ફેન! 7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બેટિંગ જોવા એક 15 વર્ષનો છોકરો 7 કલાક સાયકલ ચલાવી કાનપુર પહોંચ્યો હતો. આ છોકરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Virat Kohli Unnao Fan Video : તમે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીના ઘણા પ્રશંસકો જોયા હશે, પરંતુ આજે અમે એક એવા પ્રશંસકની કહાની જણાવી રહ્યા છીએ જે 58 કિલોમીટર સાઇકલ ચલાલી પોતાની હીરોની બેટિંગ જોવા પહોંચ્યો હતો. જોકે પ્રથમ દિવસે વરસાદના કારણે માત્ર 35 ઓવર જ થઈ શકી અને રમત રદ કરવી પડી. બેટિંગ કરતા બાંગ્લાદેશે 3 વિકેટના નુકસાને 107 રન બનાવ્યા છે. સોશિયલ મીડિયા પર 15 વર્ષના છોકરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીના આ યુવા પ્રશંસકે પોતાના હીરોને એક્શનમાં જોવા માટે ઉન્નાવથી કાનપુર સુધી 7 કલાક સુધી 58 કિલોમીટર સાઇકલ ચલાવી કાનપુર પહોંચ્યો હતો.
વિરાટ કોહલીનો જબરો ફેન
વિરાટ કોહલીની બેટિંગ જોવા ઉન્નાવથી આ 15 વર્ષનો યુવાન ફેન કાનપુર પહોંચ્યો હતો. 7 કલાક અને 58 કિલોમીટર સાઇકલ ચલાવીને ગ્રીન પાર્ક સ્ટેડિયમ પહોંચેલા આ પ્રશંસકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં, આ નાના છોકરાએ તેનું નામ કાર્તિકેય જાહેર કર્યું અને એ પણ જણાવ્યું કે તેણે સાયકલ દ્વારા 7 કલાકની મુસાફરી કેવી રીતે કવર કરી. પ્રશંસકે જણાવ્યું કે તે 27 સપ્ટેમ્બરે સવારે 4:00 વાગ્યે નીકળ્યો અને 11:00 વાગ્યે સ્ટેડિયમ પહોંચ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેના માતા-પિતાએ તેને આવતા અટકાવ્યો હતો? 10મા ધોરણના વિદ્યાર્થી કાર્તિકેયે કહ્યું કે તેણે એકલા મુસાફરી કરવાની પરવાનગી આપી હતી.
A 15-year-old kid rode 58 kilometers on his bicycle just to watch Virat Kohli bat pic.twitter.com/rigqQBoCHq
— A (@_shortarmjab_) September 27, 2024
પ્રથમ દિવસે ઈચ્છા રહી અધુરી
પરંતુ કાર્તિકેય વિરાટ કોહલીની બેટિંગ જોવાની ઈચ્છા પ્રથમ દિવસે પૂરી કરી શક્યો નહીં, કારણ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદને કારણે દિવસ વહેલો સમાપ્ત કરવામાં આવ્યો હતો. કાર્તિકેયનો વીડિયો જોઈ લોકો સોશિયલ મીડિયા પર તેના જુસ્સાની પ્રશંસા કરી રહ્યાં છે.
બાંગ્લાદેશે ત્રણ વિકેટ ગુમાવી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચની પ્રથમ દિવસની રમત વરસાદને કારણે વહેલી પૂર્ણ કરી લેવામાં આવી હતી. રમત રોકાઈ ત્યારે બાંગ્લાદેશે ત્રણ વિકેટે 107 રન બનાવી લીધા હતા. બાંગ્લાદેશે લંચ બાદના સેશનમાં કેપ્ટન નઝમુલ હસન શાંટો (31) ની વિકેટ ગુમાવી હતી. મુશફીકુર રહીમ (6) અને મોમિનુલ હક (40) રન બનાવી ક્રીઝ પર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે