સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રનઃ વિરાટ કોહલીના નિશાન પર સચિન-લારાનો રેકોર્ડ

અત્યારે સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે છે. કોહલીએ અત્યાર સુધી 414 ઈનિંગ (131 ટેસ્ટ, 221 વનડે અને 62 ટી-20)માં 19896 રન બનાવ્યા છે. 
 
 સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રનઃ વિરાટ કોહલીના નિશાન પર સચિન-લારાનો રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાથી માત્ર 104 રન દૂર છે. ભારતીય ટીમ શનિવારે સાઉથેમ્પ્ટનમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે અને અત્યાર સુધી 19896 રન બનાવી ચુકેલ કોહલી 104 રનની ઈનિંગ રમવામાં સફળ રહ્યો તો તે વધુ એક કીર્તિમાન પોતાના નામે કરી લેશે. 

અત્યારે સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે છે. કોહલીએ અત્યાર સુધી 414 ઈનિંગ (131 ટેસ્ટ, 221 વનડે અને 62 ટી-20)માં 19896 રન બનાવ્યા છે. 

તેંડુલકર અને લારા બંન્ને 453 ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઈનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો હતો. 

કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ રમતા કોહલીએ 77 રનની ઈનિંગ દરમિયાન સૌથી ઝડપી 11 હજાર રન બનાવવાનો કીર્તિમાન પોતાના નામે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news