બે ટેસ્ટમાં હાર બાદ કેપ્ટન કોહલીએ પ્રશંસકોને કરી ભાવનાત્મક અપીલ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીના બીજી ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1નું સ્થાન ગુમાવી દીધું છે. 
 

બે ટેસ્ટમાં હાર બાદ કેપ્ટન કોહલીએ પ્રશંસકોને કરી ભાવનાત્મક અપીલ

નવી દિલ્હીઃ ખરાબ સમયનો સામનો કરી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં બે ટેસ્ટ હાર્યા બાદ પ્રશંસકોને ટીમનું સમર્થન કરવાની અપીલ કરતા કહ્યું કે, આશા છે કે તેઓ ટીમનો સાથ છોડશે નહીં. 

કોહલીએ સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા સંદેશમાં લખ્યું છે, ઘણી વાર અમે જીતીએ છીએ, ઘણીવાર અમે શીખીએ છીએ. તમે અમારી પાસેથી આશા ન છોડો અમે વિશ્વાસ આપીએ છીએ કે તમને નિરાશ નહીં કરીએ. 

આ પોસ્ટની સાથે તસ્વીર પણ મુકવામાં આવી છે, જેમાં ખેલાડી મેદાનમાં એક-બીજાના ખંભા પર હાથ રાખીને ઉભા છે. ભારતનો પ્રથમ ટેસ્ટમાં 31 રને અને બીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 159 રને પરાજય થયો હતો. ત્રીજી ટેસ્ટ શનિવારથી નોટિંઘમમાં શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news