Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો

Virat Kohli: ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિનની નિવૃત્તિ સાથે વિરાટ કોહલી અને રોહિત શર્માના સંન્યાસ પર અટકળો શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ મોટો ખુલાસો કર્યો છે.

Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો

Virat Kohli: 18 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. આ ભાવુક વિદાય સાથે અશ્વિન સ્વદેશ પરત ફર્યો છે. અશ્વિનના સંન્યાસ વચ્ચે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓના સંન્યાસની ચર્ચા ચાલી રહી છે. હવે કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે વિરાટ નિવૃત્તિ બાદ મોટું પગલું ભરી શકે છે.

ટી20ને કહી ચૂક્યો છે અલવિદા
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 વિશ્વકપ જીત્યા બાદ સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંનેના ટેસ્ટમાંથી સંન્યાસ લેવાની ભવિષ્યવાણી પણ થઈ રહી છે. વર્તમાન સમયમાં બંને દિગ્ગજ ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યાં છે. અશ્વિનની નિવૃત્તિ પર વિરાટ-રોહિત ખુબ ભાવુક જોવા મળ્યા હતા.

રાજકુમાર યાદવનું નિવેદન
વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમારે કોહલી વિશે અપડેટ આપ્યું છે. સંન્યાસ બાદ કોહલી ભારત છોડી પોતાની પત્ની અનુષ્કા શર્મા, પુત્રી વામિકા અને પુત્ર અકાયની સાથે લંડનમાં પોતાનું બાકીનું જીવન પસાર કરવાના છે. પૂર્વ ભારતીય કેપ્ટન વર્તમાનમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમ સાથે છે.

શું બોલ્યા રાજકુમાર યાદવ?
રાજકુમાર શર્માએ દૈનિક જાગરણ વિશે કહ્યું- હા, વિરાટ પોતાના બાળકો અને પત્ની અનુષ્કા શર્મા સાથે લંડન જવાની યોજના બનાવી રહ્યો છે. તે ખૂબ જલ્દી ભારત છોડી ત્યાં શિફ્ટ થવાનો છે. પરંતુ કોહલી ક્રિકેટથી અલગ પોતાનો મોટા ભાગનો સમય પરિવાર સાથે પસાર કરી રહ્યો છે. 

લંડનમાં સ્પોટ થયો કોહલી
2024ની શરૂઆતમાં વિરાટ કોહલીના પુત્રનો જન્મ લંડનમાં થયો હતો. ત્યારબાદ અનેકવાર કોહલી લંડનમાં સ્પોટ થયો છે. પરંતુ હવે તેના કોચે પૃષ્ટિ કરી દીધી છે કે કોહલી નિવૃત્તિ બાદ લંડનમાં શિફ્ટ થઈ જશે. પરંતુ તેણે સંપૂર્ણ રીતે ખુલાસો કર્યો નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news