ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ માટે વિન્ડિઝ ટીમ જાહેર, 2 વર્ષ બાદ ડૈરેન બ્રાવોની વાપસી
29 વર્ષના ડૈરેન બ્રાવોનું ટેસ્ટ કરિયર શાનદાર રહ્યું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધી 49 ટેસ્ટ રમી, જેની 89 ઈનિંગમાં તેણે 40ની એવરેજથી 3400 રન બનાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી બેટ્સમેન ડૈરેન બ્રાવોની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. બ્રાવોની આગામી સપ્તાહે ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પસંદગી થઈ છે. વિવાદને કારણે તે છેલ્લા બે વર્ષથી ટીમમાંથી બહાર હતો. તેની સાથે ફાસ્ટ બોલર અલ્જારી જોસેફે પણ વાપસી કરી છે. જોન કૈમ્પબેલ અને શામર બ્રૂક્સને પ્રથમવાર ટીમમાં સ્થાન મળ્યું છે.
બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાની અંતિમ ટેસ્ટ નવેમ્બર 2016માં રમી હતી. પરંતુ ગત વર્ષે વેસ્ટઈન્ડિઝને તેને વનડે ટીમમાં સામેલ કર્યો હતો. તેણે પોતાના ટ્વીટર હેન્ડલથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ડેવ કૈમરન માટે વિવાદિત ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
29 વર્ષના ડૈરેન બ્રાવોનું ટેસ્ટ કરિયર શાનદાર રહ્યું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધી 49 ટેસ્ટ રમી, જેની 89 ઈનિંગમાં તેણે 40ની એવરેજથી 3400 રન બનાવ્યા છે. 8 સદી અને 16 અડધી સદી તેના નામે છે. તેનો સર્વોચ્ચ સ્કોર 218 રન છે.
જેસન હોલ્ડરની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમ ઘણી યુવા છે. બ્રાવોના અનુભવનો આ યુવા ટીમને ફાયદો મળશે. વર્ષ 2018 વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ માટે મુશ્કેલ રહ્યું હતું. યુવા ફાસ્ટ બોલર અલ્જારી જોસેફ ઈજાને કારણે ટીમમાંથી બહાર હતો, હવે તેની પણ વાપસી થઈ છે. શામર બ્રૂક્સે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો જોન કૈમ્પબેલ વેસ્ટ ઈન્ડિઝ એ ટીમનો ઓપનિંગ બેટ્સમેન છે. તેની ટીમમાં તક આપવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રકારે છે
જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રૈગ બ્રૈથવેટ, ડૈરેન બ્રાવો, શમર બ્રૂક્સ, જોન કૈમ્પબેલ, રોસ્ટન ચેસ, શેન ડાઉરિચ, શૈનન ગૈબ્રિયલ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, અલ્જારી જોસેફ, કીમાર રોચ, જોમેલ વાર્રિકોન, શોઅન થોમસ (જોસેફ માટે કવર તરીકે).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે