ટેસ્ટમાં પણ કુલદીપ પાસે આશા રાખવી કોઇ ખોટી વાત નથીઃ ઝહીર ખાન

ઝહીરે એક સેમિનારમાં કહ્યું, હા, જો હવામાનમાં ગરમી છે તો ફાસ્ટ બોલર માટે મુશ્કેલી થઈ શકે છે પરંતુ તમારી પાસે હંમેશા બે નિષ્ણાંત સ્પિનરોની સાથે રમવાની તક હોઈ છે.

ટેસ્ટમાં પણ કુલદીપ પાસે આશા રાખવી કોઇ ખોટી વાત નથીઃ ઝહીર ખાન

નવી દિલ્હીઃ નિર્ધારિત ઓવરમાં પોતાને સાબિત કરી ચૂકેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનગર કુલદીપ યાદવ ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનું પ્રદર્શન કરવા માટે આતુર છે. 

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે ઈંગ્લેન્ડની હાલની સ્થિતિ જોતા બે નિષ્ણાંત સ્પિનરોને  રમાડવાની સારી તક છે અને તેમાં ચાયનામેન બોલર કુલદીપ યાદવ પાસેથી આશા રાખવામાં કોઇ વાંધો નથી. 

ઝહીરે એક સેમિનારમાં કહ્યું, હા, જો હવામાનમાં ગરમી છે તો ફાસ્ટ બોલર માટે મુશ્કેલી થઈ શકે છે પરંતુ તમારી પાસે હંમેશા બે નિષ્ણાંત સ્પિનરોની સાથે રમવાની તક હોઈ છે. જો સ્થિતિ આવી રહે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ બે સ્પિનરોને ઉતારી શકે છે. 

ડાબોળી ચાઇનામેન સ્પિનર કુલદીપ નિર્ધારિત ઓવરમાં પોતાના પ્રદર્શનથી તમામની ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. તે પૂછવા પર કે શું યુવા સ્પિનર પર વધુ દબાવ બનાવવામાં આવી રહ્યો છે તો ઝહીર તેના સાથે સહમત નથી. 

ઝહીરે કહ્યું, આશા શું કામ ન હોવી જોઈએ? આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે શાનદાર પ્રદર્શન કર્યું, ત્યારબાદ આશા વધી ગઈ છે. જ્યારે તમે સારૂ કરો છો ત્યારે આમ થાય છે અને તેણે (કુલદીપ) તેને પહોંચવું પડશે. 

વર્ષ 2007માં ઈંગ્લેન્ડમાં ભારતની અંતિમ ટેસ્ટ શ્રેણી જીતમાં મહત્વના ખેલાડી રહેલા ઝહીરને લાગે છે કે, જ્યાં સુધી લાંબા ફોર્મટના ક્રિકેટનો સંબંધ છે તો દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી સંકેત મળે છે કે વિરાટ કોહલીના ખેલાડીઓ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છે. 

દરેક કહી રહ્યાં છે કે, બ્રિટનમાં આ ગરમી ભારતના નામે રહેસે. હું પણ ભારતનો દબદબો બનાવવાની આશા કરી રહ્યો છું. પરંતુ અમારે તે પણ ધ્યાન રાખવું જોશે કે આ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી છે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પડકારજનક પણ હોઈ શકે છે. તમારે સતત સારી લયની જરૂરીયાત હશે. પરંતુ મને દક્ષિણ આફ્રિકામાં તેના પ્રદર્શનથી ખૂબ આશા લાગે છે. 

ઝહીરે કહ્યું, હાં તે ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારી ગયા હતા પરંતુ અંતિમ ટેસ્ટમાં જે રીતે તેણે વાપસી કરી તે શાનદાર હતી. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ઓગસ્ટથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news