ઇન્ડિયા ન્યૂઝ News

ભારત બંધનું આહ્વાન નિષ્ફળ, મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતી સામાન્ય રહી
10 ટ્રેડ યુનિયનોએ બુધવારે ભારત બધનું આહ્વાન કર્યું હતું. જેના કારણે બૈંકિંગ, પરિવહન સહિત અનેક સેવાઓ પર ક્યાંક ગંભીર અસર જોવા મળી તો કેટલાક સ્થળો પર સ્થિતી સામાન્ય રહી. એક ધારણા અનુસાર આશરે 25 કરોડ લોકો આ હડતાળનો હિસ્સો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, મોદી-શાહ સરકારની જન વિરોધી, શ્રમ વિરોધી નીતિઓનાં કારણે ભયાવહ બેરોજગારી પેદા કરી છે. મોદીએ પોતાનાં ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવા માટે જાહેર સાહસોને સતત નબળા પાડ્યા છે. તેના વિરોધમાં આજે 25 કરોડ લોકોએ ભારત બંધ 2020 નું આહ્વાન કર્યું છે.હું તે તમામ લોકોને સેલ્યુટ કરૂ છું. 
Jan 8,2020, 17:26 PM IST

Trending news