ઓલમ્પિક News

ગુજરાતનું ગૌરવ: ટાંચી સગવડો છતાં પ્રેમિલા બારીયા ઓલમ્પિકથી એક ડગલું દુર
 જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચેલી પ્રેમિલા બારીયા આગામી ટોક્યો ઓલમ્પિક 2020 માટે ક્વોલિફાય થવાથી માત્ર એક કદમ દૂર છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભારતમાં પુના ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તીરંદાજીના ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 તીરંદાજ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની એક માત્ર પંચમહાલના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા બારીયાની ટોપ-8માં પસંદગી કરવામાં આવી છે. હવે જયારે આ ટોપ 8 માંથી ટોપ 4માં પ્રેમિલાનું સિલેક્શન થાય તો ભારત માટે આર્ચરીની રમતમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકવાનો માર્ગ મોકળો થયો છે.
Jan 30,2020, 0:00 AM IST

Trending news