ગુજરાતીની હત્યા

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

  • ગુજરાતમાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે.
  • અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા

Sep 11, 2020, 08:46 AM IST

મિત્રને મળવા ગયેલા મહેસાણાના ગુજરાતી પર અમેરિકામાં લૂંટારુઓ ત્રાટક્યા, ગુમાવ્યો જીવ

વિદેશોમાં વસતા ગુજરાતીઓ અનેકવાર લૂંટારુઓના ટાર્ગેટ બનતા હોય છે. તો આવી ઘટનાઓમાં કેટલાક ગુજરાતીઓ મોતને પણ ભેટ્યા છે. જેમાં સૌથી વધુ કિસ્સાઓ અમેરિકા (America) માં વસતા ગુજરાતીઓ સાથે બને છે. અમેરિકામાં વધુ એક ગુજરાતી શખ્સની હત્યા કરવામાં આવી છે. મહેસાણા (Mehsana) જિલ્લાના ભટાસણ ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ છે. અમેરિકાની મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા ગયેલા 48 વર્ષીય નવનીત પટેલનો ભેટો લૂંટારુઓ સાથે થયો હતો. લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસેલા લૂંટારુઓએ નવનીત પટેલ પર ધડાધડ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં નવનીત પટેલે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Dec 17, 2019, 11:25 AM IST

અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા

અમેરિકા (America) ના ડેન્માર્ક વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બંને યુવકો મહેસાણા (Mehsana) ના રહેવાસી છે. મહેસાણા કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલ (NRG) ની અશ્વેત યુવકો દ્વારા હત્યા (Murder) કારઈ છે. બંને ડેન્માર્કના સાઉથ કેરોલીના (South Carolina) ના એક સ્ટોરમાં નોકરી કરતા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Nov 17, 2019, 12:05 PM IST

સાઉથ આફ્રિકામાં વસેલા ગુજરાતીની લૂંટારુઓએ કરી હત્યા

વિદેશમાં વસતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે, ત્યારે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકામાં પ્રિટોરિયામાં મૂળ અમદાવાદના યુનુસભાઈ વ્હોરાની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી છે. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

Jun 28, 2019, 01:31 PM IST