ગ્રામપંચાયત

TDO એ કોન્ટ્રાક્ટરોને આંટાફેરા નહી કરવાનાં સ્ટીકર ચોંટાડતા વિવાદ ગાંધીનગર પહોંચ્યો

 ભાજપ સાશિત તાલુકા પંચાયતમાં  ટીડીઓ દ્વારા કોન્ટ્રાકટરોએ કચેરીમાં બિનજરૂરી અવર જ્વર નહીં કરવા અંગેની નોટિસ ચીપકાવતા સરપંચો અને કોન્ટ્રક્ટરોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જેના પગલે ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સરપંચો અને કોન્ટ્રાકટરોમાં અસંતોષ વ્યાપ્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવે છે, અને કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવામાં આવેલ સાઈડ તાલુકા વિકાસ અધિકારી જોવા પણ આવતા નથી. જેના કારણે સમયસર બીલોના પૈસા પણ નથી મળતા.

Jan 28, 2020, 12:10 AM IST