municipalities

GANDHINAGAR: રાજ્યની નગરપાલિકાઓને તેની કાર્યક્ષમતાને આધારે રેન્કીંગ, ઇનામ આપશે

રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. સુઆયોજિત-ગતિશીલ-પારદર્શી વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું છે. ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે ત્યારે દેશભરની નગરપાલિકાઓ માટે ગુજરાતનીનગરપાલિકાઓ નગરપાલિકાઓ દિશાદર્શક બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન-ટ્રાન્સપેરન્સી અપનાવી લોકોને ચેન્જની અનૂભુતિ કરાવીએ. 

Jul 23, 2021, 08:41 PM IST

Gujarat local body polls 2021: તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારે મતદાન, કોને કરાવશે ફાયદો?

28 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જોવા મળ્યું. ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. 

Mar 1, 2021, 08:42 AM IST

ગાંધીજીના પોરબંદરની એક નગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચારના કારણે આવે છે ચર્ચામાં, જાણો શું છે સમગ્ર વિવાદ

વિકાસના કામોને બદલે ભ્રષ્ટાચારના કારણે સતત વિવાદમાં રહેતી પોરબંદર છાંયા નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. જે સ્થળો વિસ્તારમાં વર્ષોથી રસ્તાઓ નથી, ત્યાં નવા રસ્તા બનાવવાને બદલે જ્યાં સારી પરિસ્થિતીમાં રસ્તો હોવા છતાં આ રસ્તાને ખોદી નવો બનાવવા 50 લાખથી વધુનુ ટેન્ડર બહાર પાડવામાં આવતા વિરોધ ઉઠ્યો છે.

Jan 30, 2021, 04:18 PM IST

પાલિકા-નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી અધિકારીઓ સંભાળશે, ચૂંટાયેલી પાંખની મુદત પુર્ણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જે પણ નગર પાલિકાઓની મુદત પુર્ણ થઇ રહી હોય તેવા 51 પાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓમાં યોજા ત્યાં સુધી જે તે નગર પાલિકાઓનાં વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને તેમની વડા તરીપે રોજબરોજની કામગીરી સંભાળવા માટેનો આદેશ આપ્યો છે. હવે રાજ્યની 6  નગરપાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી આ મહાનગરપાલિકાઓના વડા તરીકે મ્યુનિસિપલ કમિશ્નરોને રોજબરોજની કામગીર વહન કરવા માટેના આદેશો કર્યા છે.

Dec 10, 2020, 09:55 PM IST

જામનગરમાં કોંગ્રેસ નગરસેવકની સાત દિવસની અનોખી નગરયાત્રા

જામનગરમાં કોંગ્રેસના સિનિયર નગરસેવક દેવશી આહીર શહેરમાં ત્રીજું સ્મશાન બનાવવા મુદે સાત દિવસની નગરયાત્રાએ નીકળ્યા હતા, જે આજે પૂર્ણ થતાં મનપા વિપક્ષના નેતા અને કોંગ્રેસ નગરસેવકોની ઉપસ્થિતમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું

Oct 7, 2020, 06:48 PM IST

પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ

ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં સમસ્યા ભરડો લીધો છે. ભુજ શહેરમાં રોડરસ્તા,ગટર તેમજ રખડતાઢોર, સફાઈ સહિત સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. પરિણામે શહેરીજનો સમસ્યાનો સામનો કરવાનો કરી રહ્યા છે. રાજય સરકાર ભલે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. તેવામાં કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેર પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે. 

Sep 14, 2019, 08:57 PM IST

75 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખોનું એલાન, 17 ફેબ્રુઆરીએ મતદાન, 19મીએ પરિણામ

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર વરેશ સિન્હા અને સચિવ મહેશ જોષીએ પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે

Jan 23, 2018, 05:57 PM IST