જૈન News

જિનશાસનનાં ઇતિહાસમાં 528 વર્ષ બાદ 77 મુમુક્ષુઓએ સંયમનો માર્ગ અપનાવ્યો
Feb 1,2020, 18:20 PM IST
કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર
નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે. 
Dec 13,2019, 21:08 PM IST
CAB: રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પત્તા ખોલ્યા, જાણો બિલ પાસ થશે
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રજુ કરાયું. બિલ પર હજુ પણ ચર્ચા ચાલુ છે. ચર્ચા બાદ બિલ પર મતદાન થશે. કોંગ્રેસે (Congress) નાગરિકતા સંશોધન બિલને વિભાજનકારી ગણાવાયું છે. જનતા દળ સેક્યુલર (JDS)એ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો. સીપીઆઈ પણ બિલના વિરોધમાં છે. પશ્ચિમ બંગાળથી અપક્ષ સાંસદ રીતાબ્રતા બેનરજીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. શિવસેના (Shivsena) એ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન નાગરિકતા સંશોધન બિલ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. બની શકે કે વોટિંગ સમયે તે વોકઆઉટ કરે. રાજ્યસભા (Rajya Sabha) માં બિલ પર ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પોતાના પત્તા ખોલી નાખ્યાં. જેના કારણે સ્પષ્ટ થયું છે કે બિલ પાસ થશે કે નહીં. 
Dec 11,2019, 19:02 PM IST
સુરતનાં અડાજણમાં અશાંતિ ધારો લાગુ કરવા માટે સ્થાનિકોની ઉગ્ર રજુઆત
સુરતના અડાજણ અને રાંદેર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોનો આરોપ છે કે મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10 માં આવતી મોટાભાગની સોસાયટીઓમાં તથા હાઇરાઇઝ રેસીડેન્સી બિલ્ડીંગોમાં હિન્દુ સમાજના લોકો રહે છે. અહીં મોટા પ્રમાણમાં હિંદુ ધર્મ અને જૈન ધર્મના મંદિર અને દેરાસર પણ આવેલા છે. જો કે અન્ય ધર્મના લોકો દ્વારા આ વિસ્તારમાં મકાનો ભાડેથી લીધા બાદ ખરીદવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં હિન્દુ સમાજને મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેના અનુસંધાને વિસ્તારની શાંતિ ભંગ થઈ જવાની તથા અશાંતિ ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે.
Oct 17,2019, 23:03 PM IST

Trending news