નાગરિકતા બિલ પાસ થતા કોંગ્રેસ કાળઝાળ, સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણ માટે કાળો દિવસ

 આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે આજનો દિ વસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે. 

Updated By: Dec 11, 2019, 09:55 PM IST
નાગરિકતા બિલ પાસ થતા કોંગ્રેસ કાળઝાળ, સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણ માટે કાળો દિવસ
ફાઈલ ફોટો

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભા (Rajya Sabha) માં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં. આ પ્રસ્તાવ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન લઈને આવ્યાં હતાં. જે પડી ગયો હતો. શિવસેના વોટિંગ પ્રક્રિયામાં સામેલ થઈ નહતી. આ ઉપરાંત બસપાના 2 સાંસદ અશોક સિદ્ધાર્થ અને રાજારામ પણ ગેરહાજર રહ્યાં હતાં. રાજ્યસભામાં બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યાં હતાં. આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે આજનો દિ વસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે. 

Citizenship Amendment Bill: રાજ્યસભામાં પણ પાસ, મોદી-શાહની જોડીની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

આ  બાજુ ભાજપ (BJP) ના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ બિલ પાસ થવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે રાજ્યસભામાં ઐતિહાસિક નાગરિકતા સંશોધન બિલ 2019 પાસ થવા બદલ આદરણીય વડાપ્રધાન મોદી અને આદરણીય ગૃહ મંત્રી અમિત શાહને હ્રદયથી અભિનંદન કરું છું. તથા આ બિલનું સમર્થન કરનારા તમામ સભ્યોનો આભાર માનું છું. આ સંશોધિત બિલ (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન)માં ધાર્મિક સતામણીનો સામનો કરી રહેલા લઘુમતીઓને ભારતમાં ગરિમાપૂર્વક જીવન જીવવાની તક આપશે. લાંબા સમયથી અન્યાયનો દંશ ઝેલી રેહલા આ લઘુમતી વિસ્થાપિતોને આજે મોદી સરકારના પ્રયત્નોથી ન્યાય મળ્યો છે. 

Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ

આ VIDEO પણ ખાસ જુઓ...

આ અગાઉ બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જો દેશના ભાગલા ન પડ્યાં હોત તો આ બિલ પણ ક્યારેય લાવવું પડ્યું નહોત. દેશના ભાગલા બાદ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેના સમાધાન માટે હું આ બિલ લાવ્યો છું. ગત સરકારો સમાધાન લાવી હોત તો આ બિલ પણ ન લાવવું પડ્યું હોત. 

દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube